SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૫ ૫-૧ જ ખડી કરી. એક તે સુનંદાના પતિ જીગલીઆનું મરણ અને બીજું ભગવાન ઋષભદેવજીને ઘણુ કાળ અગાઉ જન્મ. સુનંદાને ભગવાનની પત્ની તરીકે કેમ લીધી? આ બે સ્થિતિની સાથે નાભિમહારાજાને જુગલીયાઓએ અર્પણ કરેલી સુનંદાના રક્ષણને ભાર વહન કરે તે પણ ઘણું જ વિચારને પાત્ર હતું. સામાન્ય રીતે સરખી ઉંમરના બાળકો પરસ્પર સ્નેહની ગાંઠથી સંકળાય છે એ હકીકત બાળકના સામાન્ય સ્વભાવને અને જગતના અનુભવને સમજનારાઓને જાણવી મુશ્કેલ નથી અને તેથી જ ઇષભદેવજી મહારાજની સરખી ઉંમરવાળી સુનંદા, ત્રહષભદેવજી મહારાજ અને સુમંગલાની સાથે જોડાય તે ઘણું સંભવિત જ છે. નાભિમહારાજાને ઘેરે ભગવાન રાષભદેવજી અને સુમંગલા સિવાય બીજું કંઈ જોડલું જ હતું જ નહિ કે જેના સંસર્ગમાં સુનંદા આવી શકે. કુદરતે કરેલી વૈકારિકસ્થિતિની પરાવૃત્તિ વળી પહેલાંના જુગલીઓમાં ક્રોડ વર્ષનું આયુષ્ય છતાં પણ છેવટના પંદર-સેળ મહિના જેવા ટુંક વખતની જિંદગી બાકી રહેતી ત્યારે જ વૈકારિક પ્રવૃત્તિ થતી હતી, પણ નાભિમહારાજાને ત્યાં તે પ્રવૃત્તિ ઘણું વહેલી થયેલી હેઈ કુદરતને પરાવર્ત જ જણાઈ આવતું હતું અને તેને જ અનુસારે ભગવાન ઋષભદેવજીનું કુમારપણું અત્યંત અલ્પ હોય તે નાભિમહારાજની ધ્યાન બહાર ન રહે, અને તેથી નાભિમહારાજે સુનંદાને લઈને આવેલા જુગલીઆઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવવું વ્યાજબી ગયું હતું કે આ સુનંદા 8ષભદેવજીની પત્ની થશે. સુનંદાને પત્ની તરીકે ભગવાને નથી લીધી ધ્યાનમાં રાખવું કે ભગવાન હષભદેવજીએ સુનંદાને પત્ની તરીકે લેવાની શરૂઆત કરી નથી, પણ નાભિમહારાજાએ જ સર્વ જુગલીઆની સમક્ષ સુનંદાને ગષભદેવ ભગવાનની
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy