________________
આગમ ત ધર્મ ભાગમાં ખWવું એ જ ઔદાર્ય છે, અને તેથી જ ધર્મ થાય છે એવી એાઘવૃત્તિ રાખવા કરતાં અન્યાયથી આવેલા દ્રવ્યને પાછું આપી શેષ પિતાના ન્યાયવાળા શુદ્ધ દ્રવ્યને ખર્ચવાથી જ લાભ થાય છે, એ વાત ખરેખર સમજવા જેવી છે. વ્યાપારના અન્યાયને ન રોકવામાં આવતે પ્રસંગ
જે વણિકવૃત્તિએ આવેલા અન્યાય દ્વવ્યને ધર્મમાગે ખચીને પણ જે માટે લાભ માનવામાં આવે તે પછી વિશ્વાસઘાત, ધાડ, ચારી કે તેવાં બીજાં અપકૃત્ય કરીને જેઓ દ્રવ્ય મેળવે અને તે દ્રવ્ય તેઓ ધર્મમાગે ખર્ચ તે તેને પણ ઉદાર, ધર્મિષ્ટ અને ભાગ્યશાળી માને પડે, પરંતુ કોઈપણ શાસ્ત્રકાર તેવી રીતે ચેરી આદિ અન્યાયથી દ્રવ્ય મેળવી ધર્મ માગે ખચનારને પણ ઉદાર કે ધમિઠ તરી કે ગણતા નથી. અન્યાયની સંભાવનાને પણ સુધારવાની જરૂર
જૈન શાસ્ત્રકારોએ આવી રીતે અન્યાયથી આવેલા દ્રવ્યને પાછું આપવાનું ફરમાન કરીને જ માત્ર ન્યાયપ્રિયતા દર્શાવી છે એમ નહિ, પણ તેઓ ન્યાયપ્રિયતામાં એટલા બધા આગળ વધે છે કે
જિનેશ્વર ભગવાનના મંદિર અને મૂતિને બનાવવા તૈયાર થએલા મનુષ્ય અન્ય કેઈને પણ અન્યાયથી આવેલા દ્રવ્યને પાછું આપી, પિતાની બુદ્ધિ પ્રમાણે પિતાના દ્રવ્યની શુદ્ધિ કર્યા છતાં પણ તે જિનમંદિર અને મૂર્તિ કરવાની ઈચ્છાવાળાએ પૂર્વોક્ત પ્રમાણે દ્રવ્યની શુદ્ધિ કર્યા છતાં પણ શ્રીસંઘને એકત્ર કરો, અને તેમાં જાહેર કરવું કે “મારી બુદ્ધિ પ્રમાણે મને જે જે અન્યાયનું દ્રવ્ય લાગ્યું. તે તે બધું મેં તે અસલ માલિકને આપી દીધું છે, અને મારા દ્રવ્યની મેં શુદ્ધિ કરી છે, છતાં પણ મારી જાણ બહાર જે કેઈનું પણ અન્યાયથી આવેલું દ્રવ્ય મારા દ્રવ્યમાં રહી ગયું હોય અને તે ખર્ચાય, તે