________________
વર્ષ–૫, ૫-૧, તેનું ફળ તે અસલ દ્રવ્યના માલિકને છે, પણ તે અન્યાયથી આવેલા મારી જાણ બહાર રહેલા પણ દ્રવ્યનું ફળ લેવાને મારે કોઈ પણ પ્રકારે અધિકાર નથી.” શ્રીસંઘને એકત્ર કરવાની ફલિતાર્થતા
આ ઉપરથી સંઘને ધર્મકાર્યોની પહેલાં કેમ એકત્ર કરે પડતું હતું તેનું પ્રજન સમજાશે.
વર્તમાનકાળમાં સંઘસમુદાયનું એકત્રપણું થાય, છતાં પણ તેમાં દ્રવ્યશુદ્ધિ કે આત્મશુદ્ધિના વિચાર કે વર્તતને સ્થાન જ ન હોય તે તે ખરેખર જિનેશ્વર ભગવાનના માર્ગને અનુસરનારા શ્રીસંઘને વિચારવા જેવું છે. જમણમાં પીરસાતી ચીજોની જાતે અને નંખાતા ઘીના તેલને નિર્ણય કરવા તરફ શ્રીસંઘ દેરાય તે કરતાં ઉપર જણાવેલા શુદ્ધ વિચારો અને વર્તને તરફ દોરાય તે તે માર્ગ પ્રેમીઓને અત્યંત ઇચ્છવાયેગ્ય છે.
ભગવાન જિનેશ્વરના પૂજનમાં
અલ્પપાપ અને અલ્પઆયુષ કેમ?
આ વાતને સૂહમદષ્ટિથી વિચારશું તે શાસ્ત્રકારે જે ભગવાન જિનેશ્વરની પૂજા અને જ્ઞાનાદિકને અંગે કરાતી અનાવશ્યક હિંસા અને બોલાતાં જુઠને જરૂર ભેગવવાં પડે એવા પણ અ૫ પાપનું કારણ જણાવે છે તેને ચોકુખે ખુલાસે થઈ જશે, અને તેવી અનાવશ્યક હિંસા અને જુઠથી ભલે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની પૂજા વિગેરે કરવામાં આવેલાં હોય તે પણ તેનાથી ભલે મનુષ્યાદિકના પણ આયુષ્ય અલ્પજ બંધાય એ સૂત્ર પણ સહેજે સમજાશે. અર્થાત્ સુખી અને સમૃદ્ધિસંપન્ન જિંદગી મળ્યા છતાં પણ તે અન્યાયથી આવેલા દ્રવ્યને ધર્મમાગે વ્યય કરનાર મનુષ્ય ચિરાયુષી થઈ શકે જ નહિ.