SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ જ્યોત મહાદાન છતાં સંખ્યાનું નિયમિતપણું જિનેશ્વર મહારાજના પરહિતરતપણાને અંગેનેઆગમવ્યનંદીના વ્યતિરિક્ત ભેદના પ્રસંગમાં ભગવાન જિનેશ્વરની સ્નાનાદિ પદાર્થોથી દ્રવ્યપૂજા કરતાં વિચારવાના ગુણમાં સંવછરદાનને ગુણ વિચારતાં તે પોપકારને માટે દેવાતું સંવછરદાન મેં માંગ્યું દેવાય છતાં સંખ્યાવાળું કેમ છે એ વિચારવું અપ્રાસંગિક નથી. - જિનેશ્વર ભગવાન જ્યારે સંવચ્છરદાન પ્રવર્તાવે છે ત્યારે પ્રતિદિન સવારે પ્રાતરાશ એટલે પ્રભાતકાલને ભજનવખત એટલે એક પર સૂર્યોદય સુધીના વખતમાં એક કોડ ને આઠ લાખ સેનૈયા જેટલું દાન કરવામાં આવે છે, અને તેવી રીતે એક વર્ષ એટલે ત્રણસે સાઠ દહાડા સુધી તેવી રીતે અવિરતણે દાનની ધારા પ્રવર્તે છે. આ સંવછરીદાનને અંગે ગણેલું વર્ષ, તે નક્ષત્ર વર્ષ, ચંદ્રવર્ષ, સૂર્યવર્ષ કે અભિવર્ધિત વર્ષ નથી, પણ માત્ર હતુવર્ષ એટલે કમ વર્ષ જ છે, અને તેથી જ શાસ્ત્રકારે આખા સંવછરીદાનની સંખ્યા જણાવતાં ૩ અબજ ૮૮ ક્રોડ ૮૦ લાખની જણાવે છે. આવી રીતે નિયમિત સંખ્યામાં દાન દેવું, નિયમિત મુદત સુધી દાન દેવું અને મનુષ્યના માગ્યા પ્રમાણે દાન દેવું, આ બધી વસ્તુ વિચારકને વિધવાળી લાગશે, પણ તેજ દાનને માટે અતિશય છે કે માંગનારાઓની ઈચ્છા તેટલાજ પ્રમાણમાં થાય અને તેટલા પ્રમાણથીજ તીર્થકરોને દાન દેવાનું બને. જગતમાં પણ પુણ્યશાળી મહાત્માઓની સ્થિતિ દેખીએ છીએ કે તેના દાન દેવાના પરિણામની સ્થિતિએજ માંગનારાઓની ઈચ્છા થાય છે. ભગવાનના દાનમાં દેવતાઓને પ્રભાવ વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જિનેશ્વર મહારાજના સંવચ્છરદાનરૂપી મહાદાનમાં દેવતાઓની કાર્યવાહી પૂરેપૂરી હોય છે, અને તેથી દેવતાઈ પ્રભાવ પણ એવી અસર કરનાર હોય કે જેથી માગનારને મર્યાદા મૂકવાનું ન થાય.
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy