________________
વર્ષ—પ, પુ-૧,
આ બધું કહેવાનું કારણ એજ કે ઈચ્છા પ્રમાણે દાન આપવાનું અને તેની સાથે નિયમિત સંખ્યામાં દાન આપવાનું કેમ સંગત થાય? કેમકે એક જ મનુષ્ય એકી વખતે કદાચ કરોડોના સેનૈયા કેમ માગી ન લે? એવી શંકાને અવકાશ નથી. ભગવાન તીર્થકરનું દાન અધિકરણ કેમ નહિ?
વળી તીર્થકર મહારાજાઓ વડે દેવાતું દાન હિરણ્યરકતાદિ દ્રવ્યરૂપ હેઈને કેટલાક અજ્ઞ અધિકરણ એટલે પાપકારણરૂપ માને છે, અને સૂત્રના અદંપર્યાથને નહિ સમજતાં રાજ જયંતિ એ બિચારા ગાથાને આગળ કરે છે, પણ તે સંબંધમાં ભગવાન હરિભદ્રસૂરિજી વિગેરેએ અષ્ટકજી વિગેરે ગ્રંથમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે એ ઉપર જણાવેલી સૂયગડાંગસૂત્રની ગાથા અવસ્થાવિશેષને માટે છે, પણ ભગવાન્ જિનેશ્વરનું દાન શુભ ઉદય કરનારૂં છે, મમત્વભાવને નાશ કરનારું છે, તથા દાન એ ધર્મનું અંગ છે, એ સ્પષ્ટ કરવા માટે જ ભગવાન જિનેશ્વર વછરીદાન આપે છે. અર્થાત ભગવાન જિનેશ્વરનું સંવચ્છરદાન જોકે રજતસુવર્ણાદિ દ્રવ્યરૂપ છે, તે પણ તે અંશે પણ પાપરૂપ નથી, પણ તેનાથી તે શુભના ઉદય વિગેરે જ ફળે થાય છે. સંવછરદાનનું દાન દુશ્મનોએ કરેલું વિપરિણામ
કેટલાક દાન અને દયાના દુશ્મને ભગવાન મહાવીર મહારાજના મૂળ સત્રમાં નિરૂપણ કરેલા દાનને નિષેધી શકતા નથી, પણ તે દાનને પાપરૂપ માની, ભગવાન મહાવીર મહારાજને થયેલા ઉપસર્ગોનું કારણ તે તેમને દીધેલા સંવચ્છરદાનથી થએલા પાપના ફળરૂપે પિકારે છે પણ તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે સંવછરીદાન તે ભગવાન મહાવીર મહારાજના સંવછરીદાનની માફક સર્વ તીર્થકરેએ દીધેલું છે, અને સર્વ તીર્થકરોને તેવા ઘર ઉપસર્ગો થયેલા નથી. એટલે જો સંવછરીદાન શુભના ઉદયને કરનારૂ ન