________________
વર્ષ–પ પુ . સંવછરી દાનને લેનારા માત્ર પુરુષે જે
વળી એ પણ બીના ધ્યાનમાં રાખવાની છે કે સમગ્ર દેશ અને શહેરમાં મેં માગ્યું લેવાની ઉલ્લેષણ કર્યા છતાં પણ કહેવાય છે કે માત્ર પુરુષજ તે દાનને લેવા આવે અને તેથી જ શ્રીપર્યુષણાકલ્પના જુના સંવછરીદાનના ચિત્રમાં માત્ર દાન લેનાર તરીકે પુરુષને જ પરિચય કરાવવામાં આવે છે. કોઈપણ સંવછરીદાનના ચિત્રમાં સ્ત્રીઓને દાન લેતી ચિતરવામાં આવેલી નથી. સામાન્ય રીતે જોકે એમ કહી શકાય કે સ્ત્રીઓનું સ્થાન અને અવસ્થાન માત્ર ઘરમાંજ હેય, બહુલતાએ બહાર હેય જ નહિ, પણ નજીકમાં રહેવાવાળી અને તેવી બહાર ફરવાવાળી સ્ત્રીઓ દાન લેવા આવી શકે, અને ઉદ્દઘષણમાં પણ સ્ત્રીઓને નિષેધ કરવામાં આવેલ નથી, તે પણ ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના દાનને એટલે બધે અતિશય છે કે તેથી સમગ્ર દેશ અને શહેરમાં ઉદ્દઘષણ છતાં માત્ર પુરુષ દાન લેવા આવે છે, આ વાત પ્રશ્નોત્તરકારે બહુલતાના હિસાબે કરેલી છે.
શ્રમણ ભગવાન મહાવીર મહારાજના ચરિત્રમાં પણ સાંભળીએ છીએ કે ભગવાનના મિત્ર બ્રાહ્મણને તેની સ્ત્રીએ પ્રેરણા કરીને મોકલ્યું, પણ તે સ્ત્રીએ સંવછરી દાન લેવામાં કોઈપણ પ્રકારને પ્રયત્ન કર્યો નહેાતે, અને વસ્તુતઃ એ બ્રાહ્મણને પણ પિતાની શ્રીએ સંવછરીદાનને લાભ નહિ લીધેલ અને તેથી દરિદ્ર દશા તેમની તેમ સ્થિરવાસ કરી રહેલી, તેથી જ પિતાના ભર્તારને શ્રમણ ભગવાન મહાવીર મહારાજા શ્રમણદશામાં દાખલ થયા છતાં પણ તેમની પાસે માંગવા મેકલ્ય. આ પુરુષેજ દાન ગ્રહણ કરવા આવે એ વાતને જે નિયમ તરીકે લઈએ તે ભગવાન જિનેશ્વરોના દાનને અપૂર્વ મહિમા અને મહાદાનપણાની સિદ્ધિ સહેજે સમજાઈ જાય, અને પુરુષને કરાતા દાનને અંગે પુરુષની અપેક્ષાએ પરોપકારીપણું ઘણું જ ઉંચી દશામાં દાખલ થયેલું ગણાય