SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ જ્યોત કહે છે કે ગુદાને કિશોર વિજય જે થાતિ અર્થાત્ તવમય એવાં જિનેશ્વર ભગવાનના વચનેને જેઓ જાણતા નથી, તેઓ ખરેખર દયાને પાત્ર હેઈ અફસેસ કરવાને લાયક છે. અર્થાત્ તરવદષ્ટિ થવી તે પણ અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવને થવી મુશ્કેલ છે, છતાં તેવા કેઈ તથા ભવ્યત્વના પરિપાકને લીધે કદાચિત્ તત્વદષ્ટિ કે જે ચેથા ગુણ ઠાણાની શરૂઆતથી જ થાય છે તે કદાચિત થઈ પણ જાય તે પણ ત્યાગધમમાં અને સંયમ ધર્મમાં ઉદ્યમવાળા થવાને વખત આવે એ જીવને માટે ઘણું જ મુશ્કેલ છે. તત્વદૃષ્ટિ કરતાં ધરમની મુશ્કેલી શાસ્ત્ર સાંભળવાળા શ્રદ્ધાળુઓને માલમ હશે કે ભવચક્રમાં જીવને તત્વદષ્ટિ (સમ્યક્ત્વ) અસંખ્યાતી વખત થઈ જાય છે, પણ વિરતિ કે જે ખુદ ધર્મરૂપ છે તેની પ્રાપ્તિ ભવચક્રમાં અસંખ્યાતી વખત હતી જ નથી. તેવી ધર્મમાં ઉદ્યમ કરવાની દિશા માં જાગ્રત કરી દે તેવું રિલેકનાથ તીર્થકરેનું સંવછરીદાન છે, અર્થાત તે દાનને લેવાવાળા નિશ્ચિતપણે ભવ્ય હેય છે, અને તે દાન મળવાથી જ તે દાન લેવાવાળાઓ તવદષ્ટિવાળા અને ધર્મમાં ઉદ્યમ કરવાવાળા થાય છે. આ ત્રણ ગુણવાળું દાન ભગવાન્ જિનેશ્વર મહારાજ કરે છે, તેથી તેઓનું પરહિતરતપણું વર્ણવી ન શકાય તેવું છે એમ માનવામાં કઈપણ જાતની શંકાને અવકાશ નથી. ત્રિલોકનાથ તીર્થકરનું સવચ્છરદાન એ મહાદાન આવા અપૂર્વ ગુણેને અંગે ભગવાન જિનેશ્વરના દાનને મહાદાન કહેવામાં આવે છે. અર્થાત્ સર્વ તીર્થકરે કંઈ ચક્રવતી હેતા નથી કે ચકવતના કુળમાંજ અવતરવાવાળા હોતા નથી, અને તેથી તેઓને ચકવર્તીના નવ નિધાનને જોગ ન હોય તથા
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy