________________
વર્ષ–૨ પુ-૧, તે જોગ ન હોવાને લીધેજ અગણિત ધન તેઓ પાસે ન પણ હોય અને તે અગણિત ધન ન હોવાને લીધે અગણિત દ્રવ્યનું દાન ન પણ કરી શકે, તે પણ ઉપર જણાવેલા ત્રણ અપૂર્વ ગુણોને કરનારું આ દાન હવાથી ખરી રીતે મહાદાન કહેવાય, તેમાં ભક્તિ કે અતિશક્તિ છે જ નહિ. માગનારની ઈચ્છા પ્રમાણે સંપૂર્ણ દાન - એક બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે ભગવાન તીર્થકર મહારાજ પરહિતરતપણાવાળા હેઈને પરોપકારને માટેજ દાન આપે છે, અને તે દાન માંગનારે મોઢે માગ્યું હોય તેટલું સંપૂર્ણ પણે આપવામાં આવે છે. અર્થાત જેને જે જોઈએ તે માંગે એવી દેશ અને ગ્રામમાં ઉલ્લેષણ કરીને સર્વ જનતાને ખબર આપવામાં આવે છે, અને એવી રીતે ખબર જે આપવામાં આવે છે, તે ગ્રામ અને નગરના ત્રિકોણ સ્થાને, ચતુષ્કોણ સ્થાને, સંઘેડાના આકારવાળા સ્થાને, રાજમાર્ગો અને દેવમંદિરોમાં દેવતાઓ દ્વારા અને મનુષ્ય દ્વારાએ ઉદ્દઘોષણા કરવાથી જે તે દાન લેવા આવે તે બધાને તે આપવામાં આવે છે.
અર્થાત વર્તમાનમાં જેમ જાહેરખબરદ્વારમાં કે અન્ય કેઈરીતિએ જાહેરાત કરીને પિતાના માલને ઉઠાવ કરાય છે, તેવી રીતે ગ્રામ અને નગરના સર્વ સ્થાનમાં માગનારની ઈચ્છા પ્રમાણે દેવાની જાહેરાત કરીને આવેલા સર્વ જીવોને તેઓ માગે તે પ્રમાણે દેવામાં આવે છે. દાન મળ્યાથી તૃષ્ણને નાશ
આવી રીતે માંગનારને તૃપ્ત કરવાવાળું ભગવાન જિનેશ્વરનું દાન હોવાથી ભગવાન જિનેશ્વરનું દાન તૃષ્ણાવેલડીને વધ કરનાર થાય અને તેથી મહાદાન કહેવાય એમાં કાંઈપણ આશ્ચર્ય નથી.
વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે મરજી પ્રમાણે માંગવાનું કધા છતાં પણ તે માંગનારનું વચન અને મન નિયમિત રીતે જ