SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૫ પુ-૧, દાનગ્રહણથી તત્ત્વદર્શિતા જે કે સામાન્ય રીતે દાન લેનારના ભવ્યપણને જ નિર્ણય થાય છે એમ કહેવાય છે, પણ તે ભવ્યપણું તે ઘણા પુદ્ગલપરાવર્તે પછી પણ જેઓને મેક્ષ મળવાને હેય તેઓને પણ ભવ્યપણાવાળા કહી શકાય, પણ ભગવાન જિનેશ્વર મહારાજના દાનને વિચિત્ર પ્રભાવ એ પણ છે કે તે દાન લેનારા છે તે દાનને પ્રભાવે તવદષ્ટિવાળા થાય છે. અર્થાત્ ધર્મપ્રધાન ચર્ચાવાળા મહાપુરુષોના ઉપદેશામૃતથી પણ જે કાર્ય તેના પાન કરનારાઓમાં વ્યાપકપણે થઈ શકતું નથી, અર્થાત્ ઉપદેશક એવા મહાપુરુષના વચનામૃતથી સર્વશ્રોતાએ તત્વષ્ટિવાળા થઈ શકતા નથી. તેથી ભાષ્યકાર શ્રીમાનું ઉમાસ્વાતિવાચકજી મહારાજ સ્પષ્ટ રીતે ફરમાવે છે કે- મતિ ઘર છોડુ સર્વાતતો હતપ્રવાહૂ અર્થાત્ સર્વે શ્રોતાઓને હિતકારી ઉપદેશ સાંભળવાથી પણ એકાંતથી ધર્મ થાય તે નિયમ નથી, પણ ત્રિલોકનાથ તીર્થકરના દાનને લેવાથી એ દાન લેનારાએ બધા તત્વદષ્ટિવાળા થાય એ જે તે ઉપકાર નથી. જેવી રીતે ભવ્યપણાની છાપ દાનથી થાય છે, તેવી જ રીતે દાન એ જાણે હૃદયનું અંજન જ હોય નહિ તેવી રીતે અજ્ઞાનપડને દૂર કરીને તે દાન લેનારાઓને તત્વદષ્ટિવાળા બનાવે છે, તેથી દાન લેનારાઓને તવદષ્ટિવાળા બનાવનાર એવું દાન જે ત્રિલોકનાથ તીર્થ કરે અર્પણ કરે છે, તે મહાપુરુષોના ઉપદેશ કરતાં પણ મેટા ઉપકારવાળું થાય છે, અને તેથી તીર્થકરેનું દાન તેમના પરહિતપણુની પૂરેપૂરી વિજયપતાકા છે. સંવછરીનું દાન ગ્રહણ કરવાથી ધર્મ વિશે ઉદ્યમ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે તને ત તરીકે ઓળખવાનું કાર્ય ઘણું જ દુષ્કર છે, અને તેથી જ શાસકારો
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy