SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ–૨ -૧ આ બાબતને વધારે ઈતિહાસ આલેખવાનું આ સ્થાન નથી અને ચાલુ દશકામાં બંને બાજુને ઈતિહાસ સારી રીતે આલેખા છે. જોકે દીક્ષાથીઓની વિતકને ઈતિહાસ લખાયે નથી. છતાં ધર્મશાસ્ત્રના સિદ્ધાંત દીક્ષાને અંગે ઘણું સારી રીતે લગભગ બધા સારા પેપરોમાં ચર્ચાઈ ગએલા છે, માટે તેને ઉલ્લેખ માત્ર કરજ બસ છે. ટૂંકમાં, શ્રમણ ભગવાન મહાવીર મહારાજના દષ્ટાંતથી શ્રમણદીક્ષાને રોકવાવાળો વર્ગ કેઈ પ્રકારે ફાવ્યો નથી અને ફાવી શકે તેમ પણ નથી. ગૃહાવસ્થાનમાં કરેલી શરતેની ભીષણતા શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજે આગળ જણાવેલી જે શરત છે, તે રાજકુટુંબમાં રહેતાં થકા પાળવી તે કેટલી મુશ્કેલ છે, તે સહેજે સમજી શકાય તેમ છે. રાજકુટુંબમાં વસવું અને સ્નાન અને ઉપલક્ષણથી કેશને સંસ્કાર સુદ્ધાં ન કરે એ રાજકુંટુંબને કેટલું શરમાવનારૂં થાય. આ વાત તે જાહેરજ છે કે સામાન્ય રીતે દરેક મનુષ્ય સ્નાન વગર રહી શકતો નથી, એટલું જ નહિ પણ કેટલીક મુદતથી નાન નહિ કરવાવાળી વ્યક્તિ જે પાસે બેઠી હોય તે પણ તેની તેને દુર્ગછા થાય છે, તે પછી જાહેર રીતે સ્નાન નહિ કરવાની પ્રતિજ્ઞા કરી, વર્ષો સુધી રાજપષદમાં પ્રવેશ રખાય તે તે પર્ષદને કેટલું બધું અકારું લાગે. પ્રભુ મહાવીરના અભિગ્રહનું રહસ્ય વળી ભગવાન મહાવીર મહારાજે જે અઠ્ઠાવીસ વર્ષની ઉંમર પછી અખંડ બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા કરી છે, તેમાં નંદિવર્ધનઆદિની કે તેમની સ્ત્રીઆદિની કેઈપણ પ્રકારે સંમતિ લીધી હોય એમ શાસ્ત્રકાશે કહેતા જ નથી. આજકાલના, તે કેટલાક વિષયમસ્ત યુવાને એટલે સુધી આગળ વધ્યા છે કે તેમની ઈચ્છા પ્રમાણે તે સ્ત્રી અને માતાપિતા તે શું પણ
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy