________________
આગમ જ્યોત છે, તેવી રીતે અહીં પણ સાધુપણાના પ્રતિબંધને નિયમિત કરવા માટે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે પ્રશ્ન કર્યો કે તમારા માતાપિતા વિયેગને શેક અર્થાત્ તે વિયેગને ઘા કેટલી મુદત રૂઝાશે કે જેથી મારે સાધુતાની પ્રતિપત્તિમાં પ્રતિબંધ નાખવાનું તમે જણાવે છે. માત્ર માતાપિતાની હયાતિ સુધીને અભિગ્રહ કેમ?
આ સ્થળે એક વાત વિચારવાની છે કે મહારાજા નદિવર્ધનને શ્રમણ ભગવાન મહાવીર મહારાજને વિયેગ થાય તેનું દુઃખ અસહ્ય છે, અને તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જાણે પણ છે, પણ તે દુઃખને અંગે કંઈ પણ સાધુતાની પ્રતિપત્તિમાં રોકાણ નહિ કરવાનું ભગવાન મહાવીરે ઉચિતજ ધારેલું હશે, કેમકે એમ ન હતા તે માતાપિતાની હયાતિમાં સાધુપણું નહિ લેવાના અભિગ્રહની માફક નવિન જીવે ત્યાં સુધી અગર યદા નામની જે તેમની સ્ત્રી છે તે જીવે ત્યાં સુધી કે સુપાર્શ્વ નામને જે તેમના કાકે છે તે જીવે ત્યાં સુધી સાધુપણું નહિ લેવાને અભિગ્રહ કરવાને પ્રસંગ આવત. - આ ઉપરથી કહેવું પડશે કે ભાઈ, સ્ત્રી, પુત્રી કે કાકા, આદિના અસહા દુઃખને અંગે પણ ભગવાન મહાવીર મહારાજે સાધુપણાની પ્રાપ્તિ રોકવી ઉચિત ધારી નથી. માતાપિતાના સ્નેહથી અધિક કઈ કારણ દીક્ષાધમાં છે? * માતાપિતાના સ્નેહના પ્રકર્ષને અંગે પણ જે સાધુપણાની પ્રાપ્તિ રાકવી ઉચિત ધારી છે. તેમાં પણ શીલાંકાચાર્ય મહારાજ તે સ્પષ્ટપણે એ જ કારણ જણાવે છે કે મહારાજા સિદ્ધાર્થ અને ત્રિશલામાતા એ બંને પુરુષાદાનીય ભગવાન શ્રી પાર્શ્વનાથજીના શ્રાવક-શ્રાવિકા હતાં છતાં પણ જે ભગવાન મહાવીર મહારાજા તે માતાપિતાની હયાતિમાં જે દીક્ષા ગ્રહણ કરી તેમને ત્યાગ કરે તે જરૂર મરણ પામે એવું અવધિજ્ઞાનથી જોયું, એટલું જ નહિ