SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ આગમ જેત અને પૂ. ગણધર ભગવતેને ગુણ્ડિત શામાંથી સામાયિક આદિ વસ્તુઓ ઉઠાવી લઇને તમને આપે છે, ત્યારે ધર્મના ટપાલી માટે તમે ગુરૂવંદનને સમય ફાજલ પાડી શકે, તે પરમ તીર્થાધિપતિ માટે તમારાથી સમય ફાજલ ન પાડી શકાય, એ તે કેના ઘરની વાત છે? સામાયિક લાવી દેનારાની આટલી કિંમત છે, તે એ સામાયિકનું નિરૂપણ કરનાર અને તેને પ્રકટ કરનારની તમારે કેટલી કિંમત માનવી જોઈએ? સામાયિક કરતાં પૂજાની મહત્તા બીજી એક વાત મને યાદ આવે છે તે પણ તમને કહી દઉં છું. ધારો કે એક માણસ દરરેજ આઠ વાગે સામાયિક કરવા બેસે છે. આઠ વાગે સામાયિક કરવાને તેને નિયમ છે પણ તે છતાં જે એજ ટાઈમે ગુરૂ આવે તે? ગુરૂ આવે તે સામાયિક કરનારે જરૂર એ સામાયિક પડતું મૂકીને ગુરૂને વંદન કરવા જશે જે સમય સામાયિકને છે તે જ સમયે ગુરૂ વ્યાખ્યાન વાંચવા બેસતા હોય તે તમે શાને વધારે જરૂરી માને છે? વ્યાખ્યાનને કે તે વખતે લીધેલા સામાયિકને? તમે સામાયિક કરવાનું છોડીને પણ એ સમયે વ્યાખ્યાનમાં જાઓ છે. ગુરુના વિનય ખાતર તમે આટલું બધું કરે છે તે પછી એ ગુરુના પણ ગુરૂ પરમ તારક ભગવાનશ્રી મહાવીરદેવને માટે કાંઈજ નહિ એમ? ગુરૂની ભક્તિ સામાયિક છેડી કરી શકાય પણ તીર્થંકર કે જેઓ તીર્થને પ્રવર્તા વનાર છે તેમની ભક્તિ માટે શું સામાયિક ન છોડી શકાય? અમે તે હંમેશા પૂજા કરી છે, પરંતુ કોઈ દહાડે વજો નથી માટે હવે તે પૂજા ન કરતાં સામાયિકજ કરવું છે એમ કહેવું તે નજર સામે મૂળ માણસ ઉભે હોવા છતાં તેની સામે વાસે રાખી તેની પ્રતિમાને આદર કરવા જેવું છે. સામાયિકનું સ્વાધીન પણું સમજી લેવું જોઈએ એજ પ્રમાણે વ્યાખ્યાનનું પરાધીનપણું પણ “મજી લેવુ જ જોઈએ અને પછી જ સામાયિકની મહત્તા કબુલ રાખવી જોઈએ
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy