________________
વર્ષ–૨ પુ-૩
૨૦૫ થવું જ જોઈએ. માત્ર વાત એટલી જ છે કે તે સાથે સામાયિકને ઉદ્દેશ તે યાદ હોજ જોઈ એ. કરણી ગૌણતામાં રહે તેને વધે નથી. પરંતુ ઉદ્દેશ તે તીર્થંકરની પૂજાને હેવો જ જોઈએ. એમાં રતીભર જેટલી પણ શંકા નથી. તીર્થકરપૂજામાં પણ ઉદ્દેશ સામાયિ. કને જ હેવાથી એ તીર્થંકર પૂજા પણ સામાયિક રૂપજ છે, અને તેથીજ પહેલું કૃત્ય તે સામાયિક જણાવવામાં આવ્યું છે તે સર્વથા વાસ્તવિક છે.
વીથ કરે
૧ એ તી
તેથીજ
તમે એમ પણ પ્રશ્ન કરી શકે છે કે મહારાજ હંમેશાં દીક્ષા દીક્ષા અને દીક્ષાની જ વાત કર્યા કરે છે. પરંતુ પ્રભુપૂજા વગેરેની કરતા નથી તે તેને ખુલાસો પણ મારે તમને આપી દેવાની જરૂર છે જેને સામાયિકની વાત કડવી લાગે છે તેને દેવાર્ચન, સ્નાત્ર, દાન, તપ વગેરે કેઈપણ બાબતમાં સારો અધિકાર નથી જ. દેવાર્શનને સારો અધિકાર તેને જ છે કે જે એ બધું સામાયિકના ઉદ્દેશપૂર્વક કરે છે, દાન, તપ અને શીલા એ સઘળા શું છે તેને વિચાર કરે? આ સઘળી સામાયિકના ઉદ્દેશથી શરૂ થયેલી વસ્તુ છે. ત્યાગને કેન્દ્ર ઉપર-“લ”ને સ્થાને “દ”
દાનની મહત્તાને આપણે સઘળા કબુલ રાખીએ છીએ. હું પણ તમેને દાનની મહત્તા કહું છું, પણ એ દાનમાં પણ ભાવના જોવાની નથી એમ માનશે નહિ. દાન કરવામાં પણ મૂળ હેતુ કર્યો છે? તેને વિચાર કરે. દાન આપવામાં મૂળ હેતુ સામાયિકના ઉદ્દેશને પિષવાનો જ છે. વર્ષોથી નહિ પણ ભવાંતોથી આ જીવ ધનથી મમતાને બાઝેલે છે. દાનમાં પણ એજ હેતુ છે કે મમતાને દૂર કરવી, આવા હેતુપૂર્વકનું દાન તે જ દાન છે. દાન આપીશું તે ભવિષ્યમાં પામીશું—એવા વિચારે જે દાન આપે છે તેવાને શુ. તમે દાનશીલ ગણશે ખરા ! નહિજ દાનના સટેરીયા જેવું દાન જેવું દાન ભવભવાંતરેને ટાળી શકે જ નહિ એની ખાતરી રાખજે.