SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ જ્યોત તે તેનું બેડું કદી ભરી શકાતું જ નથી. એજ કાણું બેડા વડે તેમાં પાણી લઈ બીજા ઘડાઓ ભરીએ તે ધારો તેટલા ઘડા ભરી શકાય, પરંતુ એ કાણે ઘડે તે કદી ભરી શકાતે જ નથી ! એજ પ્રમાણે ગૌતમભગવાનની દશા છે. ગૌતમભગવાનને શ્રી મહાવીરદેવ સાથે ભવભવને સંબંધ હતું, આ સંબંધને પરિણામે તેમને સ્નેહ રાગ હતું અને તેથી તેમની કેથળી કાણી હતી ! અને એ રાગ સ્નેહરૂપ હેવાથી જ ભગવાન શ્રી ગૌતમદેવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવા પામી ન હતી. કર્મક્ષયના લક્ષ્યની મહત્તા ભગવાન શ્રી મહાવીર દેવ જેવા દેવા અને ગૌતમ જેવા ભક્ત; છતાં ભગવાન શ્રી ગૌતમસ્વામી નેહરાગમાં ઉતરી જવાથી તેઓ કેવળજ્ઞાન પામી શક્યા ન હતા, પરંતુ કેવળજ્ઞાનમાં ઉલટે અંતરાય જ ઉભું રહેવા પામ્યો હતો ! આ ઉદાહરણ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તમે શુદ્ધ દેવાદિને માને, પરંતુ તે છતાં પણ જે કર્મના ક્ષય પશમ અને મોક્ષના મુદ્દાથી તમે તેને ન માને અને સમાદિ પણ કરે, પરંતુ તેમાં પણ જો તમારે કર્મક્ષયને મુદ્દો ન જ હોય તે ધારેલું કાર્ય પાર પડવા પામે જ નહીં! સમક્તિીની દષ્ટિ આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જ્યારથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય ત્યારથી એ વસ્તુનું મૂલ્ય સમ્યકત્વધારીને રૂંવાડે રૂંવાડે વસી જવું જોઈએ. હું જે સઘળું ધર્મકાર્ય પણ કરું છું તેમાં મારી મુખ્ય નેમ તે અમુક હેવી જોઈએ. કીડી મીઠાઈને શોધવામાં જ મશગુલ રહે છે, તે બધું કરે છે પણ મીઠાઈની ફરતે ભમ્યા કરે છે. ગમે એટલી ઉંચી નીચી થાય છે, પરંતુ તે બધામાં હેતુ તે તેને એક જ હોય છે કે મીઠાઈ મેળવવી. એજ દષ્ટિ સમકિતીની પણ હેવી જ જોઈએ.
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy