________________
૧૯૪
આગમ મિત નડ જાઈએ. ગમે તે ભાવે પણ તમે લેવાદેવડ કરી છે. નાણું લખવાના મુદ્દાથીજ તમે નામું લખવાના છે તે તે તમે ચોપડાએમાં પણ ગમે તે વાત લખી શકે છે, અને રૂપીઆ લેવા એજ મુદ્દાએ તમે જો દુકાને બેઠા હો તે તે પાંચસો રૂપીયાના માલના પાંચ રૂપીયા લઈને પણ તમે તેને વેચી દઈ શકે અથવા ખોટા પૈસા પણ તમે લઈ શકે ! પરંતુ તમે એવી પ્રવૃત્તિ નથી કરતા. તેનું કારણ એ છે કે એ બધા કાર્યોમાં તમારે મુદ્દા નફાને છે.
કર્મક્ષયનું લક્ષ્ય જરૂરી છે.
વ્યવહારના બધા કાર્યોમાં તમે મુખ્ય મુદ્દો જુઓ તે તે કમાણીનેનફાને જ છે. તે જ પ્રમાણે સમાદિ લક્ષણે પણ તેને સ્થાનિક મુદ્દાએ નહિં પરંતુ આત્માને સર્વથા કર્મ રહિત કરવાના મુદ્દાથી છે. એ જ પ્રમાણે સમ્યકત્વના ત્રણ લિંગે છે તે પણ આત્માને સ્વભાવ પ્રકટ કરવાના મુદ્દાએજ છે, અન્ય કોઈ પણ મુદ્દાઓ નથી. એજ પ્રમાણે શહદેવાદિને માનવાના છે તે પણ કર્મને ક્ષય કરવાના મુદ્દાથીજ માનવાના છે, અન્યથા માનવાના નથી.
જે કર્મક્ષયને મુદ્દો ઉડાવી દે અને તમે ધાર્મિકકિયા કામો ચાલુ રાખો તે તેને અર્થ તે એ જ છે કે તમે કમાણી કરવી અર્થાત ન કરે એ મુદ્દો ઉડાવી દઈને વેપાર-ધંધા કરવા માંગે છે. જે તમે નફાને મુદ્દો ઉડાવી દે તે માલની આપ-લે, ચેપડા લખવા અને પૈસાની લેવડ–દેવડ એ સઘળું વ્યર્થ જ લાગે. એમ અહિં પણ સમાદિ કે શુશ્રષાદિ એ સઘળું આત્માના કલ્યાણના મુદાએજ છે. અન્યથા વ્યર્થ જ છે. વેપારીના દષ્ટાંતે લક્ષ્યની જાગૃતિની કેળવણી - ઠીક, આટલું કબુલ કર્યા પછી પણ હજી એક બીજી વાત વિચારવાની છે.