SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૫. પુત્ર ૧૬૯ પ્રાપ્તિ થઈ ત્યારે તેને ઐહિક અને પારવિક પૌગલિક સુખે સાધ્ય તરીકે ન લાગે, પણ હેય તરીકે જ લાગે. ગ્રંથિભેદ એટલે શું? સર્વજ્ઞશાસનના સતત પ્રવર્તેલા પ્રવચનપ્રકારના અવગાહનથી નિષ્ણાત થયેલાઓને એક એ વાત તે નિશ્ચિતતમ થયેલી છે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કઈ દિવસ પણ અનન્તાનુબંધીના કષાયરૂપ ગ્રંથિને ભેદ થયા સિવાય થતી નથી. તેમજ અનન્તાનુબંધીના કષાયને ભેદવારૂપ ગ્રંથિભેદને કરવાવાળો જીવ સમ્યકત્વને પામ્યા સિવાય રહેતું જ નથી. અર્થાત ગ્રંથિભેદ એ સમ્યકત્વનું કારણ છે એ ચોક્કસ છે, તેમજ સમ્યક્ત્વ એ ચેકસ ગ્રથિભેદનું કાર્ય છે. એમાં સામાન્ય રીતે ગ્રંથિભેદ જે જણાવવામાં આવે, તે વ્યવહાર વચનથી તે અનન્તાનુબંધીના ભેદ રૂપ છે, પણ તે ગ્રંથિને ભેદ થવાનું વાસ્ત વિક સ્વરૂપ કર્યું છે? એ સમજવું એ જરૂરી છે. - આ જીવ સવાલ ઈષ્ટ એવા સ્પર્શ રસ ગંધ અને રૂપને સુખને ઇરછે છે, અને તેને માટે જ અનેક પ્રયત્ન કરે છે. પણ ગ્રથિભેદ જ્યારે થાય ત્યારે આ જીવ તે ઈષ્ટ એવા સ્પર્શદિને સુખરૂપે કે સુખના સાધનરૂપે પણ ગણે નહિ, પણ સર્વને ઈષ્ટ એવા સ્પર્શદિને કેવલ દુખરૂપ દુખહેતુક અને દુખલકજ ગણે. અર્થાત્ આત્માના અવ્યાબાધ સુખ અને તેના સાધનરૂપ જે નિગ્રંથ પ્રવચન એ સિવાય સર્વ વસ્તુને અનર્થરૂપ ગણે, અર્થ પરમાર્થ તરીકે જે કઈ પણ ચીજન તે ગણુતે હેય તે માત્ર અવ્યાબાધ સુખરૂપ મેક્ષના સાધનરૂપ જે નિર્ગથ પ્રવચન છે તે જ.
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy