________________
૧૦૩
વર્ષ-૫ પુર જાતિ વિગેરે મલ્યું તે બધું ભવિતવ્યતાએ મેળવી આપ્યું. તમારી તાકાને કે વિચારે નહિ. તમે સમજતા હેતા. તમે જ્યારે એકે ન્દ્રિયાદિકમાં હતા તે વખતે મનુષ્યપણાની ઝાંખી હતી? તે ના! પછી ઈચ્છા કે મેળવવા પ્રયત્ન કયાંથી હોય? ભવિતવ્યતાને પેટ ભરે
વસ્તુની તમને ઝાંખી નહતી તે ભવિતવ્યતાએ મેળવી દીધી. તે મેલવી દીધા છતાં તમે મહાલે તે કઈ દશાના? તે બાયડી કે બચ્ચા જેવા. મેળવ્યામાં મોજ માટે તે માટે બાયડી-બચ્ચાના કામ. આપણને જેની ઝાંખી નથી તેને માટે સ્વપ્ન પણ ક્યાં વિચાર કર્યો હતો કે લાવ ત્યાં જઉં! આમાંથી તમે શું કર્યું હતું? બાયડી છોકરો ઘેર રહે! બાપ કમાવવા જાય તે ઘેર લાવીને આપે, તેમ અહીં બધું ભવિતવ્યતાએ મેળવી આપ્યું. તેથી મેજ કયાં સુધી શેભે તે બચપણ સુધી. બાપની મેળવેલામાં મજા બચપણ સુધી પછી ઉંમર લાયક થયા પછી મજા નથી. બાહથી અસંજ્ઞી પંચેન્દ્રિયમાં શોભે જેઓ શાસન ન પામ્યા હેય. શાસન-પ્રાપ્તિને પરમાર્થ
શાસન પામવું એટલે શું? તેમના વચને પામવા તે. જે વખતે જિનેશ્વર વિદ્યમાન હતા, તે વખતે કેવલજ્ઞાન, સમ્યકત્વ, ચારિત્રની આપ લે થતી હતી? તે ના, આપણને ઉપકાર શાને હતે તે દેશનાને. જિનેશ્વરની હાજરીમાં દેશના ઉપકાર કરનારી હતી. જેને જિનેશ્વરના વચનની કિંમત હતી, તેને જિનેશ્વરોની કિંમત હતી.
બીજું જિનેશ્વર તરૂફ અભવ્ય ધ્યાન રાખે, તેમને આદર સત્કાર પૂજા દેખે તેથી અહેહે ભાગ્યશાળી. તીર્થકરને ભાગ્યશાળી અભવ્ય ગણે, પણ વચનને ભાગ્યશાળી ગણે તે ભવ્ય! તેમના વચનથી પિતાને ભાગ્યશાળી ગણે તે નિત્ય ભવ્ય,