________________
ધમપ્રેમની તથા આગમ ત શાખા કાર્યાલય ચાણસ્માના કાર્યકર શ્રી અશોકકુમાર મફતલાલ શાહ તથા કીર્તિકુમાર એસ. શાહના લાગણીભર્યા સહકારની વારંવાર અનુમોદના કરી કૃતાર્થતા અનુભવીએ છીએ.
આ વખતે સગાનુસાર ૩૨ ફરમાનું જ પ્રકાશન કરવા પામ્યા છીએ. સર્વાગ સુંદર પ્રકાશન કરવામાં વેગ સહકાર આપનાર શ્રી શક્તિ પ્રિન્ટરીના માલિક ઠકકર પોપટલાલ રોકળદાસ, તથા સુંદર ટાઇટલ પેજ છાપનાર દીપક પ્રિન્ટરીને તદૂઉપરાંત અમારા પ્રકાશન કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહગ આપનાર દરેક પુણ્યશાળી મહાનુભાના ધર્મ સનેહની હાર્દિક અનુમોદના કરીએ છીએ, અને ભૂરિ ભૂરિ અનુ મેદના કરી કૃતાર્થતા અનુભવીએ છીએ.
છેવટે પ્રસ્તુત પ્રકાશનમાં જાણે-અજાણે મતિમંદતાથી કે ક્ષયેપશમની વિચિત્રતાથી જિનાજ્ઞા, પરંપરાથી કે પૂ. આગમ દ્વારક શ્રીના આશયથી વિરૂદ્ધ કંઈ થયું હોય તે સંબંધી ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ હાદિક મિચ્છામિકકડે માંગવા સાથે સુજ્ઞ વિવેકી તસ્વરૂચિ પુણ્યાત્માઓ આ પ્રકાશનમાં પૂ. આગમેદ્વારકશ્રીની તત્વનિષ્ઠાભરી શૈલીથી રજૂ કરાએલ સામગ્રીને સદ્ઉપયોગ ગુરૂનિશ્રાએ પિતાનું જીવન સ્વ૫ર કલ્યાણકારી બને એ હાદિક કામના.
વિનીત
કાપડ બજાર, મુ. કપડવંજ (જિ. ખેડા) વીર નિ. સં. ૨૪૯૭ વિ. સં. ૨૦૨૬ આસો વદ ૮
સંધ સેવક રમણલાલ જેચંદભાઈ શાહ
કાર્યવાહક શ્રી આરામોદ્ધારક જૈનગ્રંથમાળા