________________
આ રીતે પ્રતિ વર્ષ જ્ઞાન પંચમીએ “આગમ ત” પ્રકાશિત થશે, તેની નેંધ લેવા વિનંતિ છે.
વાર્ષિક લવાજમ તરીકે પાંચ રૂપિયાની લેજના પણ બંધ કરી ગ્રાહકના બદલે પૂ. સાધુ-સાધ્વીજી, જ્ઞાન ભંડારો અને વિશિષ્ટ જિજ્ઞાસુ તત્ત્વરુચિવાળા ગૃહસ્થને ભેટ મોકલવાની ચેજના વિચારી છે.
“આગમ ચેતીના પ્રકાશન માટે મમતા ધરાવનારા સ્થાયી કેશ અને ભેટ એજનામાં લાભ લેવા શ્રી સંઘને અને ગૃહસ્થને પ્રેરણા આપનારા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતની કૃપા દષ્ટિના અમે આભારી છીએ.
એકંદરે પ્રસ્તુત પ્રકાશનમાં ચતુર્વિધ શ્રી સંઘને હાર્દિક સહકાર મળી રહ્યો છે, તે ખરેખર અમારા તાત્વિક પ્રકાશનને ગૌરવ આપનાર છે.
વધુમાં અમારા કાર્યને મંગલ આશીર્વાદ તેમજ નિશ્રા-છત્ર છાયા દ્વારા અનેકવિધ સરળતા કરી આપનાર, મૂળીનરેશ પ્રતિ બોધક પૂ. આગમ દ્વારકશ્રીના પટ્ટધર, વાત્સલ્યસિંધુ પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત, બહુમૂલ્ય વ્યાખ્યાને આદિ સામગ્રીને બહેળે સંગ્રહ આપી કૃતાર્થ કાર્ય કરનાર શાસનપ્રભાવક પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. તથા વિવિધ સામગ્રી આપી પ્રકાશનને સમૃદ્ધ બનાવવા તત્પર ધમ સ્નેહી પૂ. મુનિ શ્રી ગુણસાગરજી મ., મહત્વના સૂચને પૂ. આગમ દ્વારકશ્રીની હ૦ લિ૦ અપ્રાપ્ય સામગ્રી વગેરે આપનાર પૂ. ધર્મસ્નેહી ગણિવર્ય શ્રી કંચનસાગરજી મ. પ્રકાશનને સર્વાગ સુંદર બનાવવામાં પૂર્ણ કાળજી સેવનાર તથા આર્થિક સહયોગમાં સર્વાધિક પ્રેરણા આપનાર પૂ. ગણિવર્ય લબ્ધિસાગરજી મ. તથા પૂ. ગણિવર્ય શ્રી સૂર્યોદયસાગરજી મ. તથા સંપાદન સંબંધી બધી જવાબદારી ઉઠાવનાર પૂ. આગમ દ્વારકશ્રીના પટ્ટવિનય, શ્રી