________________
પ્રકાશક તરફથી
દેવગરુકપાએ અમારી ગ્રંથમાળાના કાયમી સંભારણારૂપ આગમ ત’ના પ્રકાશનનું પાંચમું પુસ્તક સુજ્ઞ જિજ્ઞાસુ તત્વપ્રેમી વાંચકેના કરકમલમાં રજુ કરતાં ખૂબ આનંદ થાય છે.
વિ. સં. ૨૦૧૦ માં શાસ્ત્રદંપર્યબાધક, મૂળી નરેશ પ્રતિબેધક, વાત્સલ્યસિંધુ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી મ.શ્રીના ચાતુર્માસમાં પરમ પૂજ્ય વિર્ય શ્રી સૂર્યોદયસાગરજી મ.શ્રીની મંગળ પ્રેરણાથી અમારી ગ્રંથમાળાને પાયે નંખાયે.
ત્યાર પછી પૂ. આગદ્ધારકશ્રીની નાની-મોટી તમામ કૃતિઓનું લગભગ પ્રકાશન પૂ ગચ્છાધિપતિશ્રીની દેખરેખ તળે અમારી ગ્રંથમાળા હસ્તક થયું.
વિ. સં. ૨૦૨૨ ના ચાતુર્માસમાં પૂ. આગમ દ્વારકશ્રીના અપ્રકાશિત વ્યાખ્યાનના પ્રકાશનની યોજનાના વિચારમાંથી આગમ તને ઉદ્ભવ થયે.
પ્રારંભમાં માસિકરૂપે “આગમ જાત'નું પ્રકાશન શરૂ કરેલ અને તેના માહ, વૈશાખ, શ્રાવણ અને કાર્તિક માસની સુદ પાંચમે પ્રગટ થતા ચાર અકોમાં પૂ. આગમ દ્વારકશ્રીના તાત્વિક વ્યાખ્યાને, માર્મિક લેખે, ગહન કૃતિએ, ટંકશાળી પ્રશ્નોત્તરે. આદિ વિવિધ રસમય સામગ્રી આપવામાં આવતી.
પણ તાત્વિક વ્યાખ્યાની ગ્રાહકતા ઓછી હાઈ ચાર વર્ષના અનુભવમાં “આગમ જ્યોતના છૂટક અંકની આશાતના થતી જોઈ વર્ષની આખરે જ્ઞાનપંચમીએ ૪૦ ફર્મનું એક પુસ્તક જ (ચારે અંકે ભેગા બાંધીને) સુજ્ઞ વાચકે સમક્ષ રજુ કરવામાં (ચેથા વર્ષથી) વધુ લાભ જણાયાથી આ વર્ષનું પણ એક સળંગ પુસ્તક રજુ કરી રહ્યા છીએ.