________________
આગમવા હેઈને અપરિણીત અવસ્થામાં પણ રહું તે તે કઈ પણ પ્રકારે અનુચિત નથી” આ વાર્તાલાપના ઈશારાથી માતા ત્રિશલાને એમ લાગ્યું કે ભગવાન મહાવીર મિત્રોના કહેવાથી પરિણયન વિધાન કબુલ કરે તેમ નથી જ! એટલે માતા ત્રિશલા તે ગઠીયાઓની હાજરીમાં જ પધાર્યા માતા ત્રિશલાને આવતા દેખીને ભગવાન મહાવીર મહરાજ સિંહાસનથી ઉભા થયા, સાત આઠ પગલાં સામાં ગયા અને માતાજીને નમન કર્યું, પછી માતાજીને ગ્ય આસન પર બેસાડી વિનય પૂર્વક ભગવાન મહાવીર પ્રશ્ન કર્યો કે આપને પધારવાનું પ્રયોજન હરમા આ ભગવાન મહાવીરના પ્રશ્નના ઉત્તરમાં વિનીતપુત્ર માતાપિતાના કથન પ્રમાણે જ કરવાવાળા હાય અને તેથી તમે પણ જરૂર મારા કહ્યા પ્રમાણે કરશે એમ ઉપોદ્દઘાત તરીકે સૂવવી પરિયન વિધાન કરવાને માટે માતાત્રિશલાએ કહ્યું
માતાના વિનયને લીધે ભગવાન મહાવીરને વગર મને પણ તે પરિણયન વિધાનને કબુલ કરવું પડયું, ભગવાન મહાવીરને પરિણયના વિધાન કરવાનું સર્વથા મન નહિં છતાં ફક્ત મહારાજા સિદ્ધાર્થ અને માતાત્રિશલાના સંતોષને માટે તે કરવું પડધું એ માતાપિતાના સંતાપને નિવારણરૂપ ઉપકાર ગણીયે તે તે કાંઈ ખોટું નથી. કાતાલીય ન્યાયે યશોદાનું પરિણયન માટે સ્વયમાગમન શ્રમણ ભગવાન મહાવીર મહારાજા અત્યારસુધી વૈરાગ્ય વાસિત અને નિવિકાર હોવાથી મહારાજા સિદ્ધાર્થ પાસે અનેક રાજા મહારાજા તરફથી આવેલા માંગામાંથી કેઈપણ માંગણી સિદ્ધાર્થ મહારાજ કબુલ કરી શકતા ન હતા, પણ હવે માતાત્રિશલા દ્વારા એ ભગવાન મહારાવીર મહારાજાએ પરિણયાનનું વિધાન કબુલ કર્યું છે. એમ જાણતાં ભગવાન મહાવીર મહારાજાને લાયકની કન્યાની વિચારણા ચાલી, પણ સેવા વખતમાં જ મહાવીર સમરવીરને સેનાપતિ યશોદા