________________
કરીને લઈને જ મહારાજા સમરવીરના હુકમથી ત્યાં મહા વીર મહારાજ સાથે નિમિત્તિયાના કહેવાથી પરણાવવા આવ્યો હતું, તેના સમાચાર દૂર લઈને આવ્યું. યશોદા નામનું ગુણનિષ્પનપણું - તે કન્યાનું નામ જે યશોદા સ્થાપવામાં આવ્યું હતું, તે નામ માત્ર કલ્પનાને અનુસરે યાદચ્છિક ન હતું, પણ ગુણનિષ્પન્ન હતું, કારણ કે જે દિવસે તે યશોદા કુંવરીને જન્મ થયો છે, તે જ દિવસે તે જ મહારાજા સમરવીરને ન જીતી શકાય એવા પ્રબળ બળ અને છળ ને ધારણ કરનારા રાજાની સાથે યુદ્ધ થયું છે, તેમાં સમરવીરની જીત થઈ છે અને યશ મળે છે. અને તે અસંભવિત એવા યશના કારણ તરીકે તે કુંવરીને જન્મ ગણીને આ જન્મેલી કુંવરી યશ દેનારી છે તેથી તેનું નામ યશોદા એવું સ્થાપવું તે વ્યાજબી છે. એમ નક્કી કરી તે કુંવરીનું યશોદા નામ સ્થાપવામાં આવેલું છે. ગુણ નિષ્પન્ન નામેવાળાને આશ્ચર્યકારક સંબંધ,
જેમ શ્રમણ ભગવાન મહાવીર મહારાજ સિદ્ધાર્થ મહારાજના કુળમાં આવ્યા ત્યારથી તે સમગ્ર સિદ્ધાર્થ મહાઆજનું કુળ રાજ્ય-રાષ્ટ્ર વિગેરેથી વધ્યું તેવી રીતે યશદાના જન્મ પ્રતાપે સમવીર મહારાજને જશ મળશે અને તેથી જેમ શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું નામ મહારાજા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાએ સર્વ સ્વજનહિની સમક્ષ રાજ્ય અને રાષ્ટ્રઆદિની વૃદ્ધિને ધ્યાનમાં રાખીને વર્ધમાન એવું સ્થાપ્યું હતું, તેવી જ રીતે આ કુમારીનું નામ પણ તેના પિતા સમરવીરે યુદ્ધમાં જશ, મેળવવા નિમિત્ત જશોદા સ્થાપેલું હતું અર્થાત શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ જોકે માતાપિતા અને મિત્રોના સંતાપને ટાળવા રૂપ ઉપકારને માટે પરિણયની વિધાન કબુલ કરેલું હતું, છતાં કેઈક તેવીજ ભવ્યતાએ તેવા સારા કુળવાળી અને તેવા સારા ભાગ્યશાલી કન્યાને સંગ પણ તત્કાળ થઈ ગયા.
જ ઉપકાર તેવા સાથે