________________
વર્ષ ૪૫,૧
આ વાત વિચારતાં દરેક મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા તે માતપિતા તરફ એક અંશે પણ સનેહ રાખવાવાળા થયા નથી, અને એ ઉપરથી એ પણ ચિકખું થાય છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને તે તે અભિગ્રહ તે શું પણ સમગ્ર ગૃહસ્થપણાના પર્યાયે રહેવું તે ફક્ત માતપિતાની અનુકંપા કે ભક્તિને માટે જ હતું. માતા-પિતાની ભક્તિ કે અનુપાની અતુલ્લઘનીયતા
ધ્યાન રાખવાની જરૂર છે કે તેમના શબ્દોને ભાવાર્થ વિચારતાં તેઓની તે ભક્તિ કે અનુકંપા અનુલ્લંઘનીય લાગ્યા છતાં પણ ઘણી જ વિષમતર લાગેલી છે, જે એમ ન હતા તે તેમના જીવતાં સુધી દીક્ષા નહિ લઉં આ અભિગ્રહ દીક્ષાની રેકાણમાં તેમનું જીવન છે એમ ગણાય તેવી રીતે કરતા નહિ. શ્રી નન્દિવર્ધનના સ્નેહની આડખીલી
જો કે અર્થપત્તિથી ત્રિશલામાતા અને સિદ્ધાર્થ મહારા જન કાળ પામવાને વખત ભગવાનની ૨૮ વર્ષની ઉંમરે થયે, અને તે અભિગ્રહના હિસાબે એગણત્રીસમે વર્ષે ભગવાને જે દીક્ષા લેવી જ જોઈતી હતી, છતાં નંદીવર્ધનના સ્નેહની પણ વિકટ દશા ત્યાં ખડી થઈ અને તે વિકટ દશાને અંગે બે વર્ષ વધારે રહેવું પડયું. દીક્ષા લેવાની સ્વાભાવિકતા
એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે ભગવાન એ અભિગ્રહ કરે છે કે માતાપિતા જીવતાં સુધી હું દીક્ષા નહિ લઉં, પણ એ અભિગ્રહ નથી કરતા કે માતપિતાને કાળધર્મ થશે ત્યારે તરત હું દીક્ષા લઈશ, કારણ કે દીક્ષા લેવી એ સ્વભાવસિદ્ધ છે એમ ભગવાને માનેલી છે. જે દીક્ષા લેવાનું સ્વભાવસિદ્ધ ન મનાય છે વિધિ વિના પ્રતિષેધ હેય નહિ, તેની માફક અહીં અભિગ્રહ કરી દિક્ષાના નિષેધની જરૂર રહેતી નહિ.