SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૪-૫, ૩ ૨૨૦ શ્રવણને અથી ન હોય, શ્રવણની દરકાર જેને ન હોય, ત્યાં કથન કરવું તે નીતિકારના કથન મુજબ વાયુના વ્યાધિથી કે ભૂતના વળગાડથી પ્રજ૫વાદ (બકવાદ) કરવા જેવું છે. માટેજ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી લલિતવિસ્તરામાં અધિકારી કેણ હેઈ શકે? તે જણાવતાં ફરમાવે છે કે તે અથી, સમર્થ તથા અપ્રતિષિદ્ધ હવે જોઈએ, જ્ઞાન મેળવનારને અથ પણું, ઈચ્છા હોય તે પણ ન ચાલે. મંકોડાએ પિતાની માતા પાસે ગેળનું માટલું લાવવા રજા માંગી ત્યારે માતાએ કહ્યું કે “તારી કેડ (કમર) માં તાકાત છે? પહેલાં ત્યાં નજર કર !” તાત્પર્ય કે માત્ર અથીપણાની સાથે સામર્થ્ય પણ જઈએ. અથી હય, સામર્થ્યવાન પણ હોય છતાં જાસૂસ હેય, છિદ્રાવેષી હોય તે પણ સતું નથી શ્રવણ કે શિક્ષણુને અધિકારી નથી, અર્થાત્ અપ્રતિષિદ્ધ એટલે કે જેને નિષેધ ન હોય તેજ અધિકારી છે. અંગપ્રવચ્છ, કાલિક કે ઉત્કાલિકમાંથી કાંઈ પણ ભણવાની ઈચ્છા જેને હોય તે અથી, સમર્થ તથા અપ્રતિષિદ્ધ હોય તે જ અધિકારી છે. ભણાવનાર ગુરુ છે, ભણનાર શિષ્ય છે, એટલે ગુરુ, શિષ્ય સમર્થ તથા અપ્રતિષિદ્ધ છે કે નહિ તે તે સમજી શકે તેમ છે. ભણનાર શિષ્ય છે એ વાકયનું હાર્દ બરાબર સમજે ! મિલકતને અધિકારી વારસદાર હોય તે છે. પાડેલી નથી. અહિં પણ મહાવીર ભગવાનના વંશજોને જ તે અધિકાર છેશાસ્ત્રરૂપી ધનની માલીકી મહાવીર પિતાના વંશજોની છે. અન્યને અધિકાર નથી, માટે અત્ર લિવ શબ્દને પ્રાગ કરવામાં આવ્યું છે. “વિનયવાન ' એમ નહિ, પણ શિવ એટલે શિષ્ય, અધિકારી છે કે જે શિષ્ય હોય. ઉપધાનાદિથી પરિચિત ગૃહસ્થ પણ સ્વાધ્યાયના પ્રસ્થાપના પછીજ ઉદ્દેશ થાય છે તે જાણતા હશે. કાલગ્રહણ જેવું, સત્તર ગાથા ભણવી, સઝાય પરઠવવી આ તમામને ખ્યાલ હશે. અહિં ટીકાકાર મહાત્મા ફરમાવે છે કે-ભણવાની ઈચ્છા
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy