________________
૨૧૬
આગામીત વ્યાકરણની પરવા હોય તેને! કૃતજ્ઞાનને ઉદ્દેશ કહો ત્યાં વિધિ થઈ જ ચૂકી. ટીકાકાર હવે તે વિધિને વિસ્તારથી કહે છે.
શંકા–આવશ્યકના અનુગમાંથી, શ્રતની વાત લીધી, પાંચ જ્ઞાનના વિભાગનું વર્ણન કર્યું, ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞાદિ કહેવા લાગ્યા. આવશ્યકના અનુયેગનું કથન તે ઊભું રહ્યું અને હવે વળી વિધિની વાત?
ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે અમારે માત્ર શબ્દોના અર્થો કરવા નથી, પણ શિષ્યોને કઈ દૃષ્ટિએ કઈ રીતિએ સૂત્ર ઉપકારી થાય?તેજ જવાનું છે. છોકરાને શિક્ષક ભણાવે તેમાં તથા બાપ ભણાવે તેમાં ફરક છે. શિક્ષકની દષ્ટિ માત્ર પાસ કરવાની છે. બાપની દ્રષ્ટિ પુત્રને તૈયાર કરવાની છે, તેમ અહીં ગુરૂ મહારાજાને હેતુ માત્ર વ્યાખ્યા કરી જવાને નથી પણ શરણે આવેલ શિષ્ય રક્ષણ શી રીતે પામે? ભદધિ પર કેમ ઉતરે? તે છે. જો કે વ્યાખ્યા તે કરવી છે પણ ધ્યેય શિષ્યના કલ્યાણનું છે, માટે ઉદેશાદિની વિધિના કથનની જરૂર છે.
અનુગ આવશયકને કરે છે, માટે તેટલા પૂરતી વિધિ કહેવી છે, એમ નથી કેમકે શિષ્યના માત્ર કાનજ પવિત્ર કરવાના છે એમ નથી, અર્થાત માત્ર સંભળાવવું જ છે, એમ નથી પણ તેને તમામ વસ્તુથી વાકેફ કરીને પાર ઉતારવાને છે સર્વશ્રુતના ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા તથા અનુગ પ્રવર્તે છે, તેથી સર્વશ્રતની વિધિ બતાવવાની છે, પર્યવસાન આવશ્યકમાં લાવવાનું છે તે વાત ખરી છે.
શ્રી આચારાંગાદિ બાર અંગે છે, અંગ પ્રવિષ્ટ છે, શ્રી ઉત્તરાધનજી આદિ કાલિકશ્રુતસ્કંધે છે. તથા શ્રી ઉવવાઈજી આદિ ઉત્કાલિક અર્થાત ઉપાંગે છે, તે તમામ માટે જે ભણવું હેય, તેને માટે વિધિ વિહિત છે. પ્રથમ ઉદ્દેશથી જ વિધિ જરૂરી છે. - પ્રથમ તે શિષ્યને ભણવાની ઈચ્છા થવી જોઈએ, તે ગુરૂની આજ્ઞા ઉપયોગી છે. સાર્થક છે જે તેમ ન હોય તે, અર્થાત