________________
રીતે શાસ્ત્રના સરળ વચનેથી તે તીવ્ર ધમધમાટીવાળા વચનેથી અવિરતિની આધીમાં ફસાયેલા કે કઠોર કષાયવાળાઓને ધમધમતે અગ્નિ શાંત થાય છે એ વાત સાચી છે, પરંતુ તેવા ઉપાય કરવા છતાં ફળ ન બેસે તે માધ્યમ્ય ભાવઉપેક્ષા ભાવ ધારણ કરે કારણ કે તપી ગયેલી પાંચ શેરી લોખંડની લાલચળ હોય તેવા શાસન પ્રત્યેનીકે પ્રત્યે શાંતિવાળા શબ્દો કે કઠોર શબ્દ કામ ન કરે તે જેમ તે પાંચ શેરીને હવામાં રાખીને ઠંડી થવા દેવા, તેવી રીતે શાસન શત્રુઓને પ્રથમ વાતાવરણથી ઠંડા થાય ત્યાં સુધી ઉપેક્ષાભાવ રાખવે હિતકર છે.
શાસનમાન્ય ચતુર્વિધ સંઘની હરકેઇ વ્યક્તિમાં અંશ માત્ર ગુણ હોય તેને મેરૂ સમાન માનવાની દ્રષ્ટિએ પ્રમાદ ભાવનાના માર્ગે લઈ જવાને એ અસાઘ ઉપાય છે. ઉપરની બીનાથી માધ્યરચ્ય ભાવના અને પ્રમોદ ભાવના કયા પ્રસંગે કેવી રીતે આદરવી તે વિભાગશર સમજાવવી. ભાવનાઓને ઉપસંહાર
આ ઉપર જણાવેલ ચાર ભાવનાઓ એ સમ્યક્ત્વ ધર્મની વિદ્યમાનતા જણવનારૂં થર્મોમીટર છે, અને તેથી તે ભાવનાએ સમ્યકત્વ ધમની ઉત્પાદક છે. સમ્યકત્વ ધર્મની પિષક છે, તથા સમ્યકત્વ ધર્મની વર્ધક છે.
યાદ રાખે કે અનિત્ય-અશરણાદિ બાર ભાવનાઓ એ વૈરાગ્ય ધર્મની પિષક છે, અને મૈત્રી-પ્રમોદ-કારણ્ય માધ્યસ્થ ભાવના એ સમ્યકત્વ ધર્મની પોષક છે."
આ રીતે ભાવનાઓના ઉપસંહાર રૂપ પરમાર્થ સમજીને હવે શાસ્ત્રકાર જણાવે છે કે શરણ કરવારૂપ તીર્થકર ભગવંતેનું અને ગણધર ભગવંત આદિ શ્રમણ ભગવંતેનું શરણ સ્વીકારીએ અને ચારિત્ર ધર્મના અનેક અનુષ્ઠાન કરવા રૂ૫ ધર્મને ઢગલો કરીએ