________________
२००
આગમત તે પણ મતના પંજામાંથી કોઈ પણ તીર્થંકર-ગણધર–સાધુસાધ્વી વિગેરે બચી શકતું જ નથી, જેની હરીફાઈમાં કોઈ આવી શકે નહિં એવા ધર્મના એટલે શ્રતધર્મ–ચારિત્રધર્મમય ઢગલારૂપ શ્રી તીર્થકર-ગણધરાદિનું શરણ સ્વીકાર્યું છતાં મોતથી ન બચી શકીએ તે પછી શરણ સ્વીકારવાને અર્થ શો? અને તેવી રીતે તેઓના કથન કરેલ ધર્મનું શરણ સ્વીકારીએ તે પણ રક્ષણ થવાનું તે નથી, તે પછી શરણ સ્વીકારવાને અર્થશે? ધર્મના સંસ્થાપક અને ધર્મના સંચાલકે સર્વે મતની દાઢમાં દબાઈ ગયા તે પછી અરહિંત શરણ, સાધુ શરણું અને ધર્મ શરણ શા માટે સ્વીકારવું?
આ બધા પ્રશ્નનું સમાધાન આપતાં શાસકાર જણાવે છે કે ચાલુ મરણ સાથે સંકળાયેલ આયુષ્યની સમાપ્તિ સાથે જન્મ મરણ તે દરેકનું થવાનું છે, પણ ભાવિમાં મરણ પછી થનારા અનેક જન્મ-મરણની જંજાળને રોકવાને કીમીયે તેઓ બતાવે છે, માટે તીર્થ–સંસ્થાપક–તીર્થકરે અને તે તીર્થ-પ્રવર્તાવનારા ગણધરાદિ શ્રમણ ભગવંતે શરણરૂપ સ્વીકારવા ગ્ય છે. પુનઃ પુનઃ જન્મવું જ ન પડે તેવી રીતે અંતિમ જન્મ પામવાની કળા તેઓશ્રી (તાર્થ કર ગણધરાદિ શ્રમણ ભગવંતે) શીખવાડે છે, અને તે કળા પણ ધર્મથી) (શ્રતધર્મની આરાધનારૂપ ધર્મથી) સિદ્ધ છે; માટે ધર્મ એ પણ શરણ કરવા એગ્ય છે.
આથી તે ચાર શરણ સ્વીકારનારાઓની હાંસી કરવા માટે ધર્મ વિરોધીઓ એક દષ્ટાંત આપે છે કે-હવે કેઈના ઘરમાં ઘણી શરીરે બાંધાને નબળે હતું, અને સ્ત્રી શરીરે બાંધામાં મજબુત હતી. હવે અવસર આવે અને પરસ્પર લડાઈ થાય, એટલે તે સ્ત્રી ઘરનાં બારણાં બંધ કરીને પિતાના ધણીને માર મારે ત્યારે ધણી સામે મારવાને બદલે માટે સાદે બુમ પાડીને કહે કે “લે રાંડ લેતી જા” એટલે ધણી માર ખાતે જાય અને દેખાવ કરવા બુમ પાડે તેના જેવું આ શરણ સ્વીકારવાના રિવાજનું છે.