________________
વર્ષ ૪-૫, ૩
૧ળી જે હેતુ યુક્તિથી સિદ્ધ થતી હોય તે તે પદાર્થોને આજ્ઞાગ્રામ છે એમ જણાવવા સાથે હેતુ અને યુકિતથી પણ તે સિદ્ધ કરી દઈ તે પદાર્થોને યુકિત ગ્રાહ્ય તરીકે જરૂર જણાવવા જોઈએ.
અર્થાત્ આજ્ઞાગ્રાહ્ય પદાર્થો જે યુકિતથી સાબિત થતા હોય તે જરૂર વ્યાખ્યા કરનારને તે પદાર્થોને યુકિતથી સાબિત કરવા જોઈએ, એ વિધિ છતાં જેઓ તેમ ન કરે અર્થાત્ આજ્ઞાથી જાણેલા અને માનેલા પદાર્થોમાં યુકિતથી સિદ્ધ થાય તેમ છતાં હેતુ-યુકિત ન લગાડે તે તે શાસ્ત્રની વ્યાખ્યાની જે વિધિ શાસ્ત્રોક્ત છે. તેના વિરાધક થાય છે, એ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે આજ્ઞાગ્રાહ્ય એ વ્યાપક છે યુકિતગ્રાહ્યતા વ્યાપક છે. અને આજ્ઞાગ્રાહ્ય અને યુકિત ગ્રાહ્યતાને પરસ્પર વિરેધ રહેતું નથી અને છે પણું નહિ.
તેથીજ વ્યાખ્યાકાર શ્રી હરિભદ્રસૂરિજી વગેરે મહાપુરુષે આવશ્યકાદિની વ્યાખ્યા કરતાં તે તે પદાર્થોનાં સ્વરૂપ શા દ્વારા જણાવી યુકિત દ્વારા સાબિત કરવા માટે અનુમાનથી પ્રયોગ કરી સાબિતી કરે છે. આ અપેક્ષાએ પ્રાચીનકાળમાં વનસ્પત્યાદિની સચેતનતા કેવલ આગમગ્રાહ્ય અને યુકિતગ્રાહ્યા હોય છતાં વતન માનમાં તેની સચેતનતા આગમ અને અનુમાનની સાબિત કરવાની સાથે લૌકિકપ્રત્યક્ષથી સાબિત કરીને કે તેને દાખલ કુપ્રાચનિકને નહિ, પણ લૌકિકશાને આપી સમજાવે છે તે શાસ્ત્રની વ્યાખ્યાશૈલીની વિરાધન કરે છે એમ નથી. ઉલટું જેએ વ્યાખ્યાશેલીમાં પિચા છે કે પશ્ચાત છે એમ કહેવું પડે, વનસ્પતિની સચેતનતા માફકજ શબ્દની પૌદ્ગલિક્તા ટેલીગ્રામ કે ફેનેગ્રાફથી પરમાણુની બારીકતા માઈસ્કેપથી સમયની સૂક્ષ્મતા વાયર લેસથી સમજાવી શકાય અને, તેમ સમજાવનારે વ્યાખ્યાશૈલીને સાચવે છે, એમજ કહી શકાય.
આ વાતની સાથે એને ખ્યાલ જરૂર રહેવું જોઈએ કે જેને સૂત્રો જ્ઞાનને સાધન માની ચારિત્રને સાધ્ય માને છે, માટે કંઈપણ