________________
૧૭૦
આગમત પદાર્થો છે એમ જાહેર થાય છે, પણ તેમાં કેટલાકની માન્યતા એવી છે કે જે જે પદાર્થો જાણવામાં હેતુયુકિત ન લાગી શકતા તે પદાર્થોને આજ્ઞાશાહી માનવા હેતુગ્રાહી નહીં જેને જાણવામાં હેતુ યુક્તિ પ્રવેશ થઈ શકે તે પદાર્થોને આજ્ઞાઝાા ન માનવા, પણ હેતુ ગ્રાહૃા જ માનવા, આવી જે કેટલાકની માન્યતા છે તે શાસ્ત્રનું તત્ત્વ સમજણ પૂર્વકની નથી.
કેમકે પ્રથમ તે તેઓના હિસાબે આજ્ઞા એટલે આગમ અર્થાત્ આમ વચન, તેનું જે લક્ષણ છે કે પ્રત્યક્ષ અને અનુમાનથી સિદ્ધ થયેલા અને આગમથી કબુલ થયેલા પદાર્થને બાધ કરનાર ન હોય તે આગમ કહેવાય, તે લક્ષણ માનવુંજ મુશ્કેલ પડશે. વળી સૂત્રની વ્યાખ્યા કરનારાઓએ ધર્માસ્તિકાય આદિ પદાર્થોને આગમવચનથી સાબિત કરીને પણ તેની સિદ્ધિ માટે સ્થાને સ્થાને પ્રયોગ કરી એટલે અનુમાને કરીને તે પદાર્થો સાબિત કર્યા છે તે અગ્ય કરે, કેમકે એ ઉપરથી ધર્માસ્તિકાયાદિ પદાર્થોને વ્યાખ્યાકારાએ આગમગ્રાહ્ય પણ માન્યા અને મનાવ્યા તથા અનુમાનેથી સાબિત કરી યુક્તિ અને હેતુ ગ્રાહ્ય પણ મનાવ્યા.
આ બાબતમાં ચૂર્ણિકાર વગેરે વ્યાખ્યાકાર મહારાજાએ જેમ જણાવે છે. તેમજ શાસ્ત્રાનુસારીઓએ માનવું ઉચિત છે. તેઓશ્રી સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે સર્વ પદાર્થો આગમ એટલે આજ્ઞાથી ગ્રાહ્ય એટલે માનવાના તે છે, પણ તેમાં કેટલાક પદાર્થો એવા છે કે જેની સાબિતી યુક્તિ કે હેતુ દ્વારા પણ કરી શકાય તેથી વ્યાખ્યા કરનાર દરેક આજ્ઞાગ્રાહી એવા પદાર્થોમાંથી જે પદાર્થોમાં હેતુ યુક્તિ લાગી શકે તેમ હોય તેમાં આજ્ઞાથી સિદ્ધપણું સમજાવવા સાથે હેતુ અને યુક્તિથી પણ સિદ્ધપણું સમજાવવું. અને એવી રીતે જે પદાર્થોમાં હેતુ યુક્તિથી સિદ્ધ ન થઈ શકે તેવાજ પદાર્થોને આજ્ઞાગ્રાહ્ય જણાવતાં આજ્ઞા એટલે આગમ માત્રથી ગ્રાહ્ય એટલે માનવા લાયક છે. એમ જણાવવું, પણ જે પદાર્થ શાસ્ત્રમાં નિરૂપણ કરેલા હોય અને તે આજ્ઞાથી સિદ્ધ રહેલા પદાર્થની