________________
પુસ્તક ૧-લું
પપ હે સ્થવિર ! તમે તે અતિમુક્ત બાલમુનિ કે જેની બાલ્યાવસ્થાને લીધે કાચા પાણીમાં સચિત્ત માટીથી બાંધેલી પાળે પાણી રેકી, પિતાના પાત્રને નાવડી તરીકે તરાવવારૂપ સાધુપણાને સર્વથા ન છાજતી ચેષ્ટા થએલી છે, છતાં અતિમુક્તમુનિ ચરમશરીરી અને આ ભવમાં જ મોક્ષે જનારા છે, તેમની હીલના, ગર્વણું કરે નહિ, અને વૈયાવચ્ચદ્વારાએ તેમને ઉપગ્રહ કરો.”
આવી રીતે શ્રીભગવતીજીસૂત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ હેવાથી વિચારક વર્ગ સ્પષ્ટપણે સમજી શકશે કે અતિમુક્તમુનિજીની અસમંજસ ચેષ્ટા ભવિષ્યમાં થનારા ઉદયની અપેક્ષાએ ઉવેખવા લાયક જણાવી તે વસ્તુ દ્રવ્યચારિત્રની મુખ્યતાવાળી દષ્ટિ વગર સંભવી શકે જ નહિ. - ૪ ભગવાન તીર્થંકર મહારાજાની આગળ ઐહિક ફળની અગર પૌગલિક વસ્તુની અભિલાષાએ પણ હિંસાદિક પાપને પરિહાર કરવામાં આવે તે કોઈપણ સ્થાને ત્રિલેકનાથ તીર્થકર મહારાજે તે પાપને પરિવાર ન કરવા ફરમાવ્યું નથી.
જો કે આત્મકલ્યાણની દષ્ટિથી જ હિંસાદિક પાપને પરિહાર કરે તે ગુણસ્થાનકની દષ્ટિ અને પરમાર્થ વૃત્તિથી એગ્ય છે, પણ તેને અર્થ એ નથી કે આત્મકલ્યાણની દષ્ટિ ન થઈ હોય, તેટલા માત્રથી પાપને પરિહાર થતું હોય તે પણ ન કરે કે પાપની પ્રવૃત્તિ કરવી કે છૂટ રાખવી.
૫ શ્રીભગવતીજી અને પ્રજ્ઞાપના વિગેરે શાસ્ત્રોમાં સ્પષ્ટપણે ફરમાવવામાં આવ્યું છે કે “વ્યવહારરાશિમાં જે જીવ અનંતકાળથી આવ્યો છે, તે દરેક જીવ અનંતી વખત દ્રવ્યચારિત્ર (આત્મકલ્યાણની સાધ્યદષ્ટિ સિવાયનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ચારિત્ર) પામેલ છે. અને તેને લીધે અનંતી વખત ચાહે તે ભવ્ય હોય કે અભવ્ય હોય તે પણ નવ વૈવેયક પામેલ છે.
આવી રીતે વસ્તુસ્વરૂપ તરીકે ગણાવી તે દ્રવ્યચારિત્રનું હેયપણું જણાવવા માટે એક પણ સ્થાને એક પણ વચન કહેવામાં આવ્યું નથી (આત્મકલ્યાણની દષ્ટિના અભાવને અંગે થએલું ઘણું જ અલપ