________________
આગમત
પ્રવજ્યાસ્થાનને હંમેશાં સાચવી રાવાને ઉપદેશ સ્પષ્ટપણે જણાવે છે કે પ્રવજ્યા ગ્રહણ કરતી વખતના પ્રવ્રયાસ્થાનનું પાલન સ્વભાવસિદ્ધ નથી, અને તેથી પ્રવજ્યા ગ્રહણ કરતી વખત પ્રાપ્ત થએલા પ્રવજ્યાસ્થાનથી પતન થવાનું સ્વાભાવિક જ છે.
આ વિચારથી એમ નક્કી માનવું પડે કે પ્રવજ્યા ગ્રહણ કરતી વખત થએલા અપ્રમત્તસંતપણાના અધ્યવસાયમાં જીવનું નિયમિત રહેવું થતું નથી, અને અપ્રમત્ત ગુણઠાણને કાળ પણ અંતર્મુહૂર્તથી અધિક નથી, માટે અંતમુહૂર્તથી અધિક જીવનવાળા પુરુષને દીક્ષા દેનારે આગામી પ્રમત્તપણું ધારીને જ દીક્ષા દીધી છે, એમ કહેવા કે સમજવામાં કઈ પણ પ્રકારને બાધ નથી અને તે પ્રમત્તપણું વિધિપૂર્વકનું જ હોય એમ કહી શકાય નહિ.
વળી શાસ્ત્રકારેએ પ્રમસંયને આત્મારંભી, પરારંભી, અને ઉભયારંભી માનેલા છે. તેમજ પ્રમત્તસંયતને અંગે શુભાગ અને અશુભયોગવાળી દશા માનેલી છે, તેથી આત્મારંભાદિવાળી અશુભ યેગવાળા અને પ્રમત્ત દશા પામવાવાળા સાધુઓને શ્રી તીર્થંકર મહારાજા વિગેરે દીક્ષાઓ આપે છે અને તે પ્રમત્ત દશા વિગેરે અવિધિરૂપ હોઈ દ્રવ્યચારિત્રરૂપ છે, તેથી શ્રી તીર્થકર ભગવાન વિગેરે દ્રવ્યચારિત્ર આપે એમ માનવું પડે,
૩ કુમાર શ્રમણ શ્રીમાનું અતિમુક્તમુનિજી સાધુપણું લીધા પછી વિરે સાથે સ્થડિલ ગયા, ત્યાં માટીની પાળ બાંધી પાણીમાં પિતાના પાત્રને નાવડી તરીકે તરાવ્યું, તે દેખીને સ્થવિર મહાત્માએ તે અતિમુક્તમુનિજીની સાધુપણાથી વિરૂદ્ધ ચેષ્ટા દેખીને તે અતિમુક્તમુનિને નિંદના-ગર્હણના સ્થાનભૂત ગણવા લાગ્યા અને તે અતિમુક્તમુનિજીનું વૈયાવચ્ચ વિગેરે કરવું ઉચિત નથી એમ ધારવા લાગ્યા હેય.
અને તેથી ભગવાન મહાવીર મહારાજને સ્પષ્ટપણે એમ ફરમાવવાની જરૂર પડી હોય કે –