________________
આગમત
ફળ જણાવતાં અવ્યાબાધ ફળરૂપી મહાસાધ્યની અપેક્ષાએ અધમપણું જણાવાય, પણ તેથી ફળના કારણરૂપ ચારિત્રનું અધમપણું તે કઈ પણ દિવસ કઈ પણ વિચક્ષણથી જણાવાય નહિ.)
૬ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીના જણાવવા પ્રમાણે “મોક્ષ પ્રાપ્તિને માટે સાધનભૂત ભાવચારિત્ર પ્રાપ્ત થવા પહેલાં અનંત વખત દ્રવ્યચારિત્ર હરેક જીવને પ્રાપ્ત થએલાં જ હોય છે.”
(આ વાક્ય શાસ્ત્રોમાં સર્વ જીવને અનંત વખત રૈવેયકની પ્રાપ્તિ નિયમિત જણાવી છે, તેને અંગેજ હેય. મરુદેવામાતા જેવા કેઈક જીવને દ્રવ્યચારિત્રની પ્રાપ્તિ થયા સિવાય પણ એકદમ ભાવચારિત્રની તે શું પણ તદ્દભવે મોક્ષ સાધવાવાળા ભાવચારિત્રની પણ એકદમ પ્રાપ્તિ થાય છે, પણ તે બનાવ સૂક્ત અનંત વખત જૈવેયક પ્રાપ્તિના વાક્યથી બરાબર મળતું ન હોઈ આશ્ચર્યરૂપ ગણાય છે અને તેથી જ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મરુદેવામાતાની તે ચારિત્ર પ્રાપ્તિને આશ્ચર્યરૂપ જણાવે છે.)
આ પ્રમાણે દરેક સિદ્ધિપદ પ્રાપ્ત કરનારા છે અનંત વખત દ્રવ્યચારિત્ર પામેલા હોય છે, નિયમિત જ છે અને તેવા તે ચારિત્ર શ્રી તીર્થકર ભગવાને કે ગણધર મહારાજાઓના હાથે ન થએલા હેય એમ કહી શકાય નહિ.
૭ વળી “કેઈપણ અભવ્ય કે ભવ્ય મિથ્યાદષ્ટિ જીવ તત્વથી જીવાદિક નવતત્વને ન માનનારો હેવાથી મેક્ષિતત્વને ન માને અને તેથી શ્રી તીર્થંકર મહારાજની ઋદ્ધિ અને પૂજા, માન્યતા દેખીને તે ઋદ્ધિઆદિને માટેજ દીક્ષા લે અને તેથી તેને તે વખતે કાંઈક ન્યૂન દશપૂર્વ સુધીના કૃતની પ્રાપ્તિ થાય.” આ વાત શાસ્ત્રકારે સ્પષ્ટપણે જણાવે છે.
આ ઉપરથી સ્પષ્ટ એમ માની શકાય છે કે ત્રિલેકનાથ તીર્થકર ભગવાન, ગણધર મહારાજા કે અભિન્ન દશપૂર્વધર સુધીના આચાર્યાદિકેને હાથે દ્રવ્યતીક્ષા થાય.