________________
૩૮
આગામત અનુમોદનીય જ છે. આવા વિધિ, અવિધિ અને ધાર્મિક કાર્યોના વિભાગો ધ્યાનમાં ન રાખતાં જે તેવી અવિધિ માત્રથી ઉચિત કાર્ય છોડવા લાયક માનવામાં આવે તે આ નયસારને થએલું સમ્યકત્વ અને સાધુ મહાત્માઓએ કરેલી દેશના એ કાર્ય તિરસ્કાર લાયક જ થાય, પણ અવિધિ નિંદવા ને વર્જવા લાયક છતાં, પ્રમાદને કથંચિત થએલી અવિધિથી થતું ધાર્મિક કાર્ય વજવા લાયક થઈ શકે નહિ, અને તેથી જ તે સુવિહિત-શિરોમણિઓને દેશના અને નયસારની સમ્યક્ત્વ પ્રાપ્તિને કોઈ પણ શાસ્ત્રકારેએ ઉપર જણાવેલા અપવાદ કે અવિધિ છતાં પણ અગ્ય દેખાડી નથી. અવિધિને ત્યાગ વિધિને ખપ નું માર્મિક રહસ્ય
અહીં ખાસ સમજવા જેવું એ છે કે-“અવિધિ ટાળવાના ખપપૂર્વક વિધિથી કરાતા ધાર્મિક અનુષ્ઠાનેમાં કથંચિત અવિધિ થાય તે પણ તે ભાવધર્મ છે, અને અવિધિ ટાળવાને કે વિધિને આદરવાનો ખપ ન કરે અને યદ્વાતદ્દા ધર્માનુષ્ઠાન આચરે તે દ્રવ્યધર્મ” આવું ધર્મસંપ્રહણમાં સ્પષ્ટ છે, તેમજ અનેક શાસ્ત્રોમાં નિરતિચાર અનુષ્ઠાને ને મહિમા જણાવવા છતાં પણ “સાતિચાર અનુષ્ઠાનથી જ નિરતિચાર અનુષ્ઠાન આવે છે” એમ પણ સ્પષ્ટપણે જણાવ્યું છે.
આ ઉપરથી “અવિધિ ટાળવા પૂર્વક વિધિને ખપ કરવાની બુદ્ધિથી કરતું અનુષ્ઠાન વર્જવા ગ્ય નથી” એવું કહેવાય, અને સાથે જ અવિધિને નિષેધ પણ જણાવાય.
આમ છતાં કોક પિતાની અણસમજને લીધે કે બીજા કોઈ પણ કારણથી એમ સમજી લેવાની ભૂલ કરે કે “વિધિની ઇચ્છાપૂર્વક અને અવિધિને ત્યાગ કરવાની બુદ્ધિપૂર્વક કરાતા ધાર્મિક અનુકાનમાં કથંચિત્ કર્મોદયે થતી અવિધિથી એ ધાર્મિક કાર્ય છોડવા લાયક નથી, એ ઉપદેશ જે દેવાય તે ભક્તની શરમને લીધે તે અવિધિ પંપાળવા માટે છે” એમ ખરેખર માનવું ગણવું, બેલવું કે જાહેર કરવું તે શ્રદ્ધાળુને તે શેલે તેવું જ નથી.
જણાવવામાં આવે છે. વિદિ કાળથી
૫