________________
આગમત થએલું છે, અને તેજ અનુકંપાના ફળરૂપ ત્રિલેકપૂજ્ય, સર્વજ્ઞ મહાવીર મહારાજના વિકાલાબાધિત-અવિચ્છિન્નપ્રભાવશાળી શાસનને પામવાને આ જગત ભાગ્યશાળી થએલું છે. જે અનુકંપારૂપી જળ નયસારના હૃદયમાં ન હોત તે, ન તે થાત નયસારને સમકિત!ન થાત ભગવાન મહાવીર ! તે પછી આ જગત અવિચ્છિ જ પ્રભાવશાળી શાસનને પામત જ ક્યાંથી ? તેરાપંથીઓની માન્યતાને ફેટ
અનુકંપાદાનને ઉઠાવવાવાળા તેરાપંથીઓ તરફથી કઈ વખત એમ પણ કહેવામાં આવે છે કે “અસંયતને દાન દેવાથી તેના અસંયમની અનુમતિ થાય અને તેથી દાન દેનારને તે અસંયતના અઢારે પાપસ્થાનકની અનુમોદનાથી મહાપાપ લાગે અર્થાત એમના કહેવા પ્રમાણે “હિંસા કરનારાને એકલું હિંસાનું પાપ લાગે છે, ત્યારે અનુકંપાદાન દેનારને અઢાર પાપા સ્થાનકે લાગે છે,” પણ આ કથન શાસવિરૂદ્ધ તેમ જ યુક્તિથી પણ વિરૂદ્ધ હેઈ કઈ પણ સુજ્ઞ મનુષ્ય માની શકે તેમ નથી.
કેમકે જેઓએ સાધુપણું લઈ સર્વવિરતિ અંગીકાર કરી નથી, તેઓ દાન દે કે ન દે તે પણ સર્વ જગતના છના અઢારે પાપસ્થાનકની અનુમોદનાના ભાગીદાર છે જ, અનુમોદનાથી આવતા પાપકર્મનું રેકાણુ ગ્રહસ્થને હેતું જ નથી, પણ તે અનુમદનાના પાપનું રોકાણ તે સર્વવિરતિવાળા સાધુઓને જ હોય છે અને તેથી જ ભગવતીજી વિગેરેમાં શ્રાવકેને માટે દ્વિવિધ-ત્રિવિધ એટલે મન, વચન, કાયાથી કરવું નહિ, કરાવવું નહિ એવાં જ ઉત્કૃષ્ટથી પચ્ચકખાણ કહ્યા છે, છતાં ગૃહસ્થને પણ હિંસાદિક સંબંધી ત્રિવિધ પરચખાણ માનવામાં આવે તે સાધુ અને શ્રાવકપણામાં કઈ પણ જાતને ફરક રહે નહિ, અને તેથી શ્રાવકને ચેથું અને પાંચમું ગુણઠાણું તથા સાધુને છ ગુણઠાણું એ ફરક રહી શકે નહિ