SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું ૨૫ આ જ કારણથી વિપાકસૂત્રના બીજા સુખવિપાક નામના પહેલા અધ્યયનમાં “મિથ્યાત્વી દશામાં પણ સુબાહકુમારે આપેલું સુપાત્રદાન મહાફળદાયી જણવેલું છે.” એવી રીતે અહીં પણ મધ્યાહ્નના સમય સુધી સખત મહેનત કરીને થાકેલ અને રઘવાયે થયેલે પણ નયસાર સમ્યકત્વ પામે નથી, છતાં પણ સુવિહિતશિરોમણિઓની દુખિત દશાને દેખીને અનુકંપા કરવા તરફ પ્રેરાએલે છે, અને તે જ અનુકંપાની જડથી તેવા સખત તાપમાં તે આગળ ચાલી ગએલા સાથેની સાથે ભેળા કરવા તે મુનિઓને જોડે લઈને ચાલે છે. તેરાપંથીઓની માન્યતાને રકાસ જે આ નયસારમાં ભયંકર ભિખમપંથીઓની ભાવના ઉદ્ભવી હેતી અને પોતાના આત્માને અંગે થતા દુઃખમાં કમને કારણ માની આકુળતા-વ્યાકુળતા ન કરવી” એવા વાસ્તવિક ઉપદેશની ઉધી અસર લઈ “બીજા દુઃખી પ્રાણીઓના દુઃખને દેખીને પણ લાગણી ન ઉદભવવી જોઈએ” એ દયાના દુશ્મનને બેહદ ધ નયસારના મગજમાં અંશે પણ રહ્યો હોત તે આ જંગલમાંથી ભૂલા પડી હેરાન થઈ, ભૂખ્યા અને તરસ્યા થયેલા મહાત્માઓને દેખ્યા છતાં પણ તેરાપંથીના કહેવાતા તારણ હારના ત્રાપાને નામે ડૂબતા મનુષ્યની માફક વિવેકરહિત બન્ય હિત અને તેથી તે નયસારને અશે પણ અનુકંપા આવત નહિ, અશન-પાન વિગેરે આપત નહિ અને સાર્થમાં ભેળવવા માટે સખત ગરમીમાં સાથે જવાનું તે સ્વપ્ન પણ સેવત નહિ, પરંતુ લેકેત્તર માર્ગે જવાવાળા સમગ્ર જેને અને કેત્તર માર્ગને ન સમજનારા જૈનેતરે પણ ભયંકર ભિખમપંથીઓના જેવા દયાના દુશ્મન દેતા નથી, તેથી જ આ નયસાર મિથ્યાત્વી છતાં પણ દયાના અપૂર્વ ઝરણામાં પ્રવેશ કરી શક્યો. એમ કહીએ તે પણ ખોટું નથી કે નયસારના હૃદયમાં ઉગવા પામેલી હુદયંગમ અનુકંપાતાના મનહર ફળરૂપે જ મહાવીરપણું
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy