________________
પુસ્તક ૧-લું તેરાપંથીઓની વિકૃત માન્યતાને પ્રતિકાર
વળી અવિરતને અનુકંપાબુદ્ધિથી પણ દાન દેતાં જે તેની અવિરતિનું પિષણ ગણી તેની અનુમોદના ગણવામાં આવે તે પાંચમા ગુણઠાણાથી બારમા ગુણઠાણ સુધીના છ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયથી ભરેલા હોઈ તેઓને પણ દાન દેનારે જ્ઞાનાવરણીય આદિના પિષણને કરનારે થઈ તે ઘાતકર્મના અનુ. માદક કેમ નહિ બને અને તેથી મહાપાપી કેમ નહિ થાય?
વળી તે ભિખપંથીના ટોળાંને પણ દાન આપનારે મનુષ્ય તે ભિખમપંથીના ટેળામાં વીતરાગતા અને સદા અપ્રમત્તતા ન હોવાથી તે ટેળાંના ભેખધારીના આત્મામાં રહેલા પ્રમાદ, કષાય અને હિંસાદિકની અનુમોદના કરનારે થઈ મહાપાપી કેમ ન બને ?
વળી, દયાના દુશ્મનોની અપેક્ષાએ તે શ્રી જ્ઞાતાસૂત્રમાં કહેલી અને મેઘકુમારના જીવ-હાથીએ કરેલી સસલાની દયા અઢાર પાપસ્થાનકની અનુમોદનાવાળી થઈ જાત, પણ શાસ્ત્રકારે તે તેજ હાથીએ કરેલી સસલાની દયાથી હાથીને મનુષ્યભવ વિગેરેની પ્રાપ્તિ રૂપ લાભ જણાવ્યું છે.
આવી રીતે “અનુકંપાદાનને નિષેધ શાસ્ત્રવિરૂદ્ધ છે” એમ સ્પષ્ટપણે જાણી શકાય છે. હવે એ અનુકંપાને નિષેધ યુક્તિથી વિરૂદ્ધ કેવી રીતે છે અને નયસારને અનુકંપાને પ્રસંગ કેવી રીતે આવે છે તે આપણે વિચારીએ. નયસારની અનુકંપાની વિશિષ્ટ ભૂમિકા
પૂર્વકાળમાં એવા કેટલાક પ્રતિષ્ઠિત લેકે હતા કે જેઓ લેકેના સમૂહ એટલે સાથને સાથે લઈને દેશાંતરે વેપાર માટે પ્રયાણ કરતા હતા અને તેથી તેવા પ્રતિષ્ઠિતેને સાર્થવાહ તરીકે ગણવામાં આવતા હતા. જેવી રીતે યુગાદિ ભગવાન શ્રી ઋષભદેવજીએ ધના સાર્થવાહના ભવમાં સર્વ લેકની સંભાળ લેવાની જાહેરાત સાથે સાથે કાઢી સાર્થવાહપણું કર્યું હતું,