________________
પુસ્તક ૧-લું ભગવાન મહાવીર મહારાજના પહેલા નમ્રસારના ભવમાં જે સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે તે શાસ્ત્ર કે ઍથેના વાચનથી થએલી નથી, પણ સ્વયં મેક્ષમાર્ગને માટે પ્રવતેલા અને જગતના જીવમાત્રને તે માર્ગે પ્રવર્તાવવાની ઇચ્છાવાળા મહાપુરુષના વચનામૃતને સાંભળવાથી જ થએલી છે, અને તેવી રીતે વચનામૃતનું શ્રવણ નયસારને માર્ગે ચાલતા મુનિ મહારાજના ઊપદેશરૂપે જ થએલું છે. તે જે તે તલાટીની પદવીના ઠાઠમાં કે બીજા કેઈ પણ કારણસર બીજા સામાન્ય મનુષ્યને પણ જે જોડે લઈ ગયા હતા તે મહાપુરુષના વચનામૃતનું પાન અને તેથી તે સમ્યકત્વને લાભ તે મેળવી શકત જ નહિ.
સામાન્યથી અધિકાર ઉપર આરૂઢ થએલે મનુષ્ય તેવું કાર્ય તાબાના માણસને જ ભળાવી દે, અને સાથે રહેલા તાબેદાર મનુષ્યની પણ એવી ફરજ રહે કે પિતાના મુરબ્બી અધિકારીના હુકમથી અગર પિતાની લાગણીથી તેવું કાર્ય અધિકારીને નહિ કરવા દેતાં પિતે જ કરે અને જે તેમ બને તે ઉપર જણાવ્યા પ્રમાણે નયસારનો જીવ મહાપુરુષના ઉપદેશથી અને સમ્યક્ત્વથી વંચિત જ રહેત, પણ તે નયસારની ન્યાયવૃત્તિની અપૂર્વતાએ જ તેને પિતાને સ્વયં ગ્રીષ્મકાળમાં પિતાને માટે જોઈતાં લાકડાં લેવા માટે જંગલમાં જવાનું થયું, અને તેથી જ મહાપુરુષના ઉપદેશામૃતનું પાન અને તે દ્વારા સમ્યક્ત્વને લાભ તેઓ મેળવી શક્યા.
આ નયસારની ન્યાયવૃત્તિનું ફળ જઈને હરકેઈ સમજદાર મનુષ્ય ન્યાયસંપદ્મવિભવપણુ વિગેરે માનુસારીના પાંત્રીસ ગુણે આખા કુટુંબમાં સમ્યક્ત્વાદિ રૂપ માર્ગની પ્રાપ્તિ થવાના બીજ નાખનાર છે' શાસકારોએ કહેલી આ હકીકત સહેજે સમજી શકશે. જો કે નયસારની પૂર્વે જણાવેલી ન્યાયવૃત્તિને સીધો સંબંધ લૌકિક માર્ગની સાથે જ છે, પણ લેકત્તર માર્ગની સાથે એને સંબંધ નથી, છતાં એ ન્યાયવૃત્તિ લોકે