________________
પુસ્તક ૧-લું શુદ્ધિનું આલંબન વિચ્છેદ ન થાય માટે તે આગમના પુસ્તકે રાખ વાની મહાપુરુષોને છૂટ મળી (જુઓ બૃહતકલ્પભાષ્ય).
એટલું જ નહિ પણ શ્રી ચૂર્ણિકાર મહારાજે શ્રી દશવૈકાલિકની વ્યાખ્યા કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે “આગમજ્ઞાનના અવિચ્છેદને માટે અને ચરણકરણની પ્રાપ્તિ વિગેરે માટે રખાતાં પુસ્તકે કુષમા કાળને અંગે સંજમરૂપ છે.” પુસ્તકની પ્રાચીનતા-અર્વાચીનતાનું રહસ્ય
આટલું છતાં વસ્તુસ્થિતિને નહિ સમજનારા કેટલાક અજાણ. મનુષ્ય પોતે પ્રથમ પુસ્તક લખવાં શરૂ કર્યા છે અને પિતાના ગ્રંથ પ્રાચીન છે” એવું વાસ્તવિક નહિ છતાં પણ ખોટી રીતે સમજાવવા માગે છે એમ કહીને તેઓ પિતાના આચાર્યોની પરંપરામાં ગ્રહણ–ધારણશક્તિનું વહેલું દેવાળું આવ્યું” એમ આડકતરી રીતે કબુલ કરે છે.
સર્વ કેઈને એ વાત તે કબુલ જ છે કે જ્યાં સુધી ગ્રહણ. ધારણાશક્તિની તીવ્રતા રહી ત્યાં સુધી શ્રુતિ, સ્મૃતિ, આગમે કે દિગંબરના હિસાબે શાસ્ત્રો લખવાની જરૂર કેઈને પણ પડી ન હતી, હિતુ જેમ જેમ ગ્રહણ-ધારણાશક્તિની મંદતા થતી ગઈ તેમ તેમ કૃતિ, સ્મૃતિ, આગમો કે દિગંબરોના હિસાબે શાસ્ત્રો લખવાની ફરજ પડી. એટલે સાચી અગર બેટી જેમ દુનિયાની કહેવત છે. કે “જેને ઘેર વહેલું ખૂટયું તે વહેલે ગુજરાતમાં આવ્યો તેવી રીતે જે સમુદાયમાં ગ્રહણધારણશક્તિની ખામી વહેલી શરૂ થઈ તેણે વહેલું લખવા માંડયું, અર્થાત્ “પહેલાં થએલા લખાણ ઉપરથી પ્રામાણિકતાને ગર્વ રાખ” તેના કરતાં ગ્રંથની પ્રામાણિકતા ધારવી” તેજ સજને ઉચિત છે, આ ઉપરથી સાફ દીવા જેવું છે કે “ભગવાનના આગમને વિચ્છેદ માની જેઓ આચાર્યોના કલ્પિત ગ્રંથને ભગવાને કહેલા તરીકે જણાવવા જાય, તેઓ પંડિત. પરિષદમાં તે પિષાય તેમ નથી.”