________________
આગમત કે આ પ્રમાણે જ્યારે સાધુ ભગવતે માટે જે વ્યવહાર વર્જન કરવા લાયક હોય, તે વ્યવહાર શ્રાવક માટે પણ વજન લાયક હોય તેમાં નવાઈ નથી.
પ્રશ્ન –જેન તીર્થોમાં યુરેપીઅન, મુસલમાન, ક્રિશ્ચીયન વગેરે કળાની દષ્ટિએ દેખવા માટે જઈ શકે? અને જઈ શકતા હોય તે હરિજન કળાની દષ્ટિએ દેખવા જાય તે વધે ખરો?
ઉત્તર-હા ! યુપીઅન, મુસલમાન, ક્રિશ્ચયન, સાથે પૃસ્યા સ્પૃશ્યને વ્યવહાર હોવાથી કળાની દષ્ટિએ જાય છે, પણ હરિજન સાથે તે વ્યવહાર નહીં હોવાથી જઈ શકે નહી.
હવે તમે કહેશે કે કિશ્ચીયન બનીને હરિજન આવે તે જઈ શકે, તેનું શું કારણ? જેને ખુલાસો એ છે કે વર્ણતર થયા પછી સ્પૃશ્યાસ્પૃશ્ય છુટે થઈ શકે છે. દષ્ટાંતમાં જોડાનું ચામડું મંદિરમાં ન લઈ જઈ શકાય. પણ નગારાનું ચામડું લઈ જઈ શકાય. કારણ કે ચામડાનું રૂપ ફરી ગયું. વિગેરે ત્રીજા પ્રશ્નમાં વિગતવાર ખુલાસો છે.
પ્રશ્ન –શાસ્ત્રોમાં ચાંડાલ (હરિજન) એવા મેતાર્ય તથા હરીકેશી વિગેરે જૈન મુનિએ થઈ ગયા છે. એવું સાંભળીએ છીએ તે શું જૈન ધર્મ પાળે તેના માટે સ્પેશ્યાસ્પૃશ્યની છુટ છે?
ઉત્તર-ના, જૈન ધર્મ પાળવા માત્રથી પૃથ્યાસ્પૃશ્યની છુટ હોઈ શકે નહીં, તેને ખુલાસો આ પ્રશ્નાવલીના બીજા પ્રશ્નના ઉત્તરમાં છે, છતાં જ્યારે મેતાર્ય અને હરિકેશીનું દષ્ટાંત આગળ ધરવામાં આવે છે, તેમાં કેવળ શાસ્ત્રનું અજ્ઞાનપણું જ કારણ છે, કેમકે મેતાર્યને અધિકાર એ છે કે ચંડાલપુત્ર હોવા છતાં શેઠને ઘેર જન્મથી માટે થયેલે જેને આખી દુનિયા એક પુત્ર માનતી હતી. અને તેથી જ તેનાં આઠ વ્યવહારીઓની કન્યાઓ સાથે સગપણ થયાં હતાં. અને છેલ્લે છેલ્લે રાજા શ્રેણિકે પિતાની કન્યા આપી હતી. અને તેમાં કોઈ પણ કારણ હેય તે દેવતાની અદશ્ય સહાય જ તેમાં કારણ હતી, એટલે કે દેવની સહાય સિવાય ન બને તેવું દુર્ઘટ