________________
પુસ્તક 8-થું
૫૧ આ રીતે વિચારતાં નવકારશી આદિ પચ્ચકખાણે ભલે આગારવાલા હેય, પરંતુ સામાયિકમાં અપવાદરૂપ આગાની જરૂર નથી.
આ પ્રશ્નોત્તરે એવી શમી ગાથાની ટીકાના આધારે છે. પ્ર. ૧૨ દિગંબર કહે છે કે શ્વેતાંબર મુનિઓ જે પાણી સિવાય
ત્રિવિધ આહારનું પચ્ચખાણ કરે છે તે યુક્ત નથી, કેમ કે મુનિઓ સર્વ વિરતિના પચ્ચખાણવાલા હોવાથી સમસ્ત પાપથી વિરમણ ભાવવાલા છે, તે પછી ત્રિવિધ આહારનું પચ્ચખાણ કર્યા છતાં સર્વ આહારનું પચ્ચખાણ નહિ
કરવાથી સર્વ વિરતિપણું શી રીતે ઘટે? - ઉ– સર્વ વિરતિવાલાને ત્રિવિધ આહારનું પચ્ચખાણ પણ
અપ્રમાદની વૃદ્ધિમાં કારણભૂત છે, તેથી સર્વ સાવધેયોગની વિરતિને અભાવ નથી પણ પુષ્ટિ છે.
કદાચ કઈ એમ કહે છે તેવી રીતે ત્રિવિધ આહારનું પથ્યકખાણ કરે છે, તેવી રીતે દુવિધ આહારનું પચ્ચકખાણ કરીએ તે સર્વવિરતિમાં વાંધો નહિ આવે ને? તેને જવાબ આપતાં જણાવે છે કે મુખ્ય વૃત્તિએ સાધુ ભગવંતેને વિશિષ્ટ ગ્લાનાદિક અવસ્થા છેડીને અશન-પાનકની અપેક્ષાએ ખાદિમ સ્વાદિમને પરિહાર, એટલે વેદનાદિ છ કારણે જ આહાર કરવાનું હોય છે. એટલે ખાદિમ સ્વાદિમનું અત્યંત અનુપગી પડ્યું છે, પણ શ્રાવકને તે દુવિહારનું પણ પચ્ચકખાણ શાસ્ત્રકારોએ સ્વીકારેલું છે.
આ પ્રશ્નોત્તરે ૩૩-૩પમી ગાથાની ટીકાના આધારે છે. પ્ર. ૧૩ કેટલાકનું કહેવું એવું છે કે જે વસ્તુ પાસે ન હોય તેના
પચ્ચખાણ હોઈ શકે નહિ, પરંતુ જે વસ્તુ પાસે હોય તેના જ પચ્ચખાણ થઈ શકે, કે જેથી નિવૃત્તિ કરી કહેવાય?