________________
આગમજ્યોત તીર્થકર ભગવતેએ જણાવેલ છે કે સાધુઓને સુધા વેદના શાંત કરવા વૈયાવચ્ચાદિ કારણે તથા રેગ-ઉપસર્ગીદિ કારણે શાસ્ત્રમાં કહેલા કથન મુજબ આહારાદિની પ્રવૃત્તિ-નિવૃત્તિ
કરવી.
તેથી સમભાવરૂપ સામાયિક તિવિહાર પચ્ચ૦ થી બાધા પામતું નથી.
આ પ્રશ્નોત્તર પંદરમી ગાથાની ટીકાના આધારે છે. પ્ર. ૭ આહાર પચ્ચખાણમાં જેવી રીતે આગારે કહ્યા છે, તેવી
રીતે સામાયિકના પચ્ચખાણમાં આગાર કેમ નથી ? કારણ કે આહાદિક પચ્ચખાણની અપેક્ષાએ સર્વ વિરતિરૂપ પચ્ચખાણ મોટું છે અને તેનું પાલન યાવત જીવને ત્રિવિધ ત્રિવિધ પરચ
ખાણ અંગીકરાય છે, તે પછી તેમાં આગાર નહિ ને નવકારશી જેવા તુચ્છ પચ્ચખાણમાં આગાર કેમ રાખ્યા? ઉ૦ – સામાયકવાલા આત્માઓને શત્રુ-મિત્રમાં જેમ સમભાવ હોય
છે, તેવી રીતે જગતના તમામ સારા-ખાટા પદાર્થોમાં સમભાવ થાવત્ જીવ માટે હોય છે, તેથી તેમાં આગારની પ્રરૂપણા એ વસ્તુની તુચ્છતા જણાવે છે. એટલું જ નહિ પરંતુ ગ્લાનાદિ અવસ્થામાં કોઈ શુભ આલંબનથી કેઈક દૂષણ સેવે તે પણ સમભાવમાં રહેલું હોવાથી તેનું સામાયિક અખંડ રહે છે તે પછી આગાની જરૂર શી? પરંતુ જે સામાયિક અંગીકાર કરતી વખતે એવી રીતનું પચ્ચખાણ કરે કે વૈરીના પ્રતિકાર સિવાયનું આ મારું પચ્ચખાણ છે અથવા છ મહિનાનું પચ્ચફખાણ છે. ત્યાર પછી નહિં આવું આગારવાળું સામાયિકનું પચ્ચખાણ કરે તે શુભમાં છ માસ પછી સમભાવને અભાવ છે, એટલે સામાયિક નથી. એટલે આગાર કરવા નિરર્થક થઈ. જાય જેથી સામાયિકમાં આગાની જરૂર નથી.
આ પ્રશ્નોત્તરે ૧૬-૧૭ ગાથાની ટીકાના આધારે છે.