________________
પુસ્તક -થું
છે, એટલું જ નહિ પણ આહાર પચ્ચખાણુથી થયેલો અપ્રમાદ
વિરતિને સ્મરણ કરાવે છે, ને તેવા અપ્રમાદી આત્માની સારી - પ્રવૃત્તિ ઉત્કૃષ્ટપણને પામે છે.
એટલે સર્વ વિરતિ વાલાને પણ આહાર પચ્ચખાણની જરૂર છે.
આ પ્રશ્નોત્તર તેરમી ગાથાની ટીકાના આધારે છે. પ્ર. ૬ ત્રિવિધાદિ આહારભેદથી ગ્રહણ કરાતું આહાર પચ્ચખાણ
તે સિવાયમાં એટલે જેના પચ્ચખાણ કર્યા નથી એવા આહારના વિષયમાં રાગપરિણામ રૂપ છે, અને બીજામાં એટલે પચ્ચખાણ કરેલા આહારના વિષયમાં અરૂચિ-દ્વેષ પરિણામ લેવાથી સામાયિક ભાવને બાધક બને, કારણ કે સામાયિક તેનું જ નામ કહેવાય કે રાગદ્વેષના હેતુઓને વિષે મધ્યસ્થપણું આવે અને પચ્ચખાણ કરનારને એકમાં દ્વેષ અને જેનું પચ્ચખાણ નથી કર્યું, તેમાં રાગ સ્પષ્ટ છે તે પછી સામાયિકવાલાને પચ્ચ
ખાણ કરવું કેમ ઘટે? ઉ–ના, ત્રિવિધ આહારનું પચ્ચકખાણ સમભાવ લક્ષણ સામાન્ય
ચિકને બાધક બનતું નથી, કારણ કે પચ્ચકખાણ કરેલા અને પચ્ચકખાણ નહિ કરેલા તમામ આહારાદિમાં સમભાવ હોવાથી તુલ્ય પરિણામ વડે જ પ્રવૃત્તિ-નિવૃત્તિ થાય છે,
જેમ કે મુનિભગવંતે ને કેઈ સ્થાને જવું હોય તે તે વખતે તે દિશાની પ્રવૃત્તિથી બીજા સ્થાનની નિવૃત્તિ હોય છે, ત્યાં રાગ-દ્વેષને અવકાશ હેતે નથી. એ રીતે વિધિવત્ પચ્ચ૦ વાળાને પણ સમભાવ જાણ.
વળી જેમ સામાયિક વાલાઓને ધાર્મિક પ્રવૃત્તિ-નિવૃત્તિ કરતાં સામાયિક બાધા પામતું નથી, તેવી રીતે એક વસ્તુના પચ્ચક્ખાણુથી બીજી વસ્તુના અપચ્ચક્ખાણમાં પણ સામાયિક બાધા પામતું નથી,