________________
પુસ્તક ૪-થું
વળી કહ્યું છે કે “પૂજા મહા ફળ વાલી છે, એટલું જ નહિ પણ પૂજા કરવાની પ્રકૃણ ઈચ્છા પણ મહા ફળ વાલી છે.” જિનશાસનમાં સાંભળીએ છીએ કે “દરિદ્રતાથી પરાભવ પામેલી એક વૃદ્ધ ડેરી પાણી અને લાકડાં વિગેરે માટે નગરની બહાર નીકળેલી, ત્યાં વસે જનસમુદાય એક દિશામાં જતે જોઈને કોઈને પૂછયું કે આ બધા ક્યાં જાય છે? તેણે કહ્યું કે જગદેકબાંધવજીના જન્મ-જરા-મરણ-રાગ શોક ફેડનાર પ્રભુ શ્રી મહાવીરને વંદન પૂજા કરવા જાય છે. આ સાંભળતાં જ પ્રભુપૂજામાં યત્ન કરું, પણ હું પુણ્ય રહિત છું કે, અને પ્રભુપૂજાના સાધને મલ્યા નથી, છતાં જંગલમાં ફિગટ મલતાં સિંદુવાર પુ મારી મેલે ગ્રહણ કરીને પ્રભુ પૂજા કરૂં એવા પરિણામવાલી આદરથી પુષ્પ લઈને હર્ષાય. માન થયેલી. કે મને પ્રભુપૂજાનું સાધન મલ્યું, મારૂં જીવિત સફળ છે. આવા પ્રભાવથી ભગવંત પ્રત્યે ચાલીને વચમાં જ આયુષ્ય અલ્પ હેવાથી જિનપૂજાના ધ્યાનમાં જ મરણ પામી. તે પણ પૂજાના પ્રણિધાન માત્રથી દેવકની પ્રાપ્તિ કરી.
જ્યારે લેકેએ પ્રભુને પૂછ્યું ત્યારે પ્રભુએ કહ્યું કે કે પણ શુભ અધ્યવસાય વિશિષ્ટ ગુણ વિષયક મહાફલવાલે
થાય છે. તે જીવ પરંપરાએ કેવલજ્ઞાન પામી મેલે જશે.” આ ઉપરથી સમજવાનું કે પૂજાનું પ્રણિધાન માત્ર મહા ફલવાળું છે, તે પછી પૂજા મહા ફલ વાલી હોય તેમાં તે કહેવું જ શું?
આ પ્રશ્નોત્તર ચેથા પંચાશકની ૪૫ થી કભી ગાથાની નવાગીટીકાકાર પૂ આ શ્રી અભયદેવસૂરીશ્વર ભગવંતની ટીકાના આધારે છે.