________________
આગમજાત
એટલું જ નહિ પણ પ્રભુપૂજા અસદુ આરંભવાલા ગૃહસ્થને ઘર, શરીર ને ખેતી વિગેરેમાં થતી જીવ હિંસા રૂપ અશુભ આરંભની નિવૃત્તિ કરાવે છે અને જિનપૂજાથી ઉત્પન્ન થયેલી ભાવની વિશુદ્ધિથી ચારિત્ર-મેહનીય કમીને ક્ષપશમ કરાવે છે. આ રીતે જિનપૂજા અસત્ આરંભને ત્યાગ ને શુભભાવ સંપાદક હોવાથી નિવૃત્તિના ફલ વાળી હેઈ પૂજા શુદ્ધ છે એમ સમજવું. આ પ્રશ્નોત્તર ચેથા પંચાશકની ૪૧ થી ૪૪ મી ગાથાની નવાંગી વૃત્તિકાર ૫૦ આ. શ્રી અભયદેવસૂરીશ્વર રચિત
ટીકાના આધારે છે. પ્ર. ૧૬ જયારે પૂજા હિંસા રૂ૫ દષવાલી છે, તે શા માટે તે પૂજા
કરવી? ઉ– તે પૂજાથી મહાફલની પ્રાપ્તિ થાય છે. જેમાં પાણીનું એક
બિંદુ સ્વયંભૂરમણ સમુદ્ર જેવા મહાસમુદ્રમાં પડે અને અક્ષયભાવને પામે છે, કારણ કે પ્રમાણાતીત પાણી હેવાથી શેષણ થવાને સંભવ જ નથી. એવી રીતે જિનેશ્વરદેવના અનંતગુણરૂપ સમુદ્રને વિષે ફૂલની અપેક્ષાએ પ્રભુ પૂજા પણ અક્ષયભાવને પામે છે. તેમ જ પૂજા કરવાથી પૂજકને જિનેશ્વર ભગવતમાં રહેલા વીતરાગત્યાદિ જે ગુણે, તે ગુણોનું બહુમાન થાય છે અને પરિણામે તીર્થકર ગણધર ઇંદ્રને ચક્રવર્તી આદિ પદવીઓ સહેલાઈથી મળે છે. કારણ કે પૂજકને પૂજા કાલે પ્રકૃષ્ટપુણ્ય કમને બંધ અને અશુભ કર્મને ક્ષય થાય છે. તથા પૂજાથી કાલાંતર યથાખ્યાત ચારિત્રરૂપ ઉત્તમ ધમની પ્રાપ્તિ થવા ઉપરાંત પ્રધાન એવી જિનશાસનની પ્રભાવના થાય છે.