SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૪-શું ચોથા પંચાશક સંબંધી એકથી પાંચ પ્રશ્નોત્તરે પ્રથમ વર્ષના ચોથા પુસ્તક (પૃ. ૨૫ થી ૨૭)માં તથા છ થી ચૌદ પ્રશ્નોત્તર દ્વિતીય વર્ષના ચોથા પુસ્તક (પૃ. ૨૯ થી ૩૪) માં અપાયા છે. તે પછીના અહીં અપાય છે. ) પ્ર. ૧૫ છ કાયના વધરૂપ અનુચિત હિંસા દ્વારા કરાએલી પૂજા, તે શુદ્ધ ગણાય છે તેનાથી તીર્થકરેને કંઈ ઉપકાર થતું હોય, પણ પૂજા તીર્થકરોને ઉપકારક બનતી નથી. કારણ કે તીર્થકરો વીતરાગ છે, તેથી તે પૂજા તેમને આનંદ ઉપજાવવાવાલી થતી નથી છતાં દેખીતા દેષવાળી પૂજા, શુદ્ધ છે, એમ કેમ કહે છે? ઉ૦ – તીર્થકરે વિતરાગ અને કૃતકૃત્ય છે, તેથી તેમને કરાતી પૂજાથી તે પૂને આનંદ ઉપજાવવા સ્વરૂપ ઉપકારને અસંભવ હોવા છતાં પૂજા કરનાર પૂજકને તે પુણ્યાનુબંધી પુણ્ય અને નિજર લક્ષણ ઉપકારને અવશ્ય સંભવ છે. જેમ મંત્ર-વિદ્યાના અધિષ્ઠાતા એવા સેવ્યને મંત્રનું આરાધન અનુપકારી હોવા છતાં સેવકને જેમ ઉપકારી છે તેમ અહિં પણ સમજવું. વળી જિનેશ્વરની પૂજામાં ષડુ જીવનિકાયની સ્વરૂપ હિંસા છે, તે પણ યતના વિશેષથી પ્રવર્તમાન મલિનારંભી ગૃહસ્થને સર્વથા હિંસા લાગતી નથી. એટલે પૂજા શુદ્ધ છે. કુપખનનના દષ્ટાંતમાં જેમ થાક, તૃષાનું વધવું ને કાદવ લાગવારૂ૫ મલિનતા વિગેરે દે હોવા છતાં જલની પ્રાપ્તિમાં તે દે દૂર થવા પૂર્વક સ્વ પર ઉપકાર થાય છે, તેવી રીતે અજયણથી પ્રભુપૂજામાં કાયવધ થાય તે પણ શુભ અધ્યવસાય રૂપ જલદ્વારા એ વિશિષ્ટ કર્મના નારા સાથે પુણ્યાનુઅંધી પુણ્યરૂપ ગુણ સંપાદન છે.
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy