________________
AS
(ધ્યાનસ્થ સ્વ. આગમસમ્રા પૂ. આગમ દ્વારકશ્રીના તત્તાનુસારી અદમ્પર્યપશ આમિક ચિંતન-મનનને લાભ જિજ્ઞાસાબુદ્ધિથી તે તે અવસરે પૃછા-પરિપૃચ્છા દ્વારા ભાવુક-મુમુક્ષુ આત્માઓએ લીધેલ અને તે તે પુણ્યશાલી વ્યક્તિઓએ નથી લીધેલ તેવા સુપણ પ્રશ્નોત્તરોને સંગ્રહ આ વિભાગમાં આપવાને વિચાર છે....
ધ્યાનસ્થ સ્વર્ગત આગમ વાચનાદાતા પૂ આગમેદારકશ્રીના શિષ્યરત્ન શાસનદીપક શ્રી સિદ્ધકારીધનતીર્થ ઉજજૈન)ના ઉદ્ધારક સ્વ. પૂ આ શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજીના વિશાલ શાસ્ત્ર સંપ્રહને જ્યાં સુરક્ષિત રાખવામાં આવેલ છે. તે શ્રી ચંદ્રસાગરસૂરીશ્વર જૈન જ્ઞાનમંદિર ઉજ્જૈનના પ્રધાન કાર્યવાહક ધર્મપ્રેમી શ્રી કુંદનમલજીએ મૃતભક્તિથી “આગમત” પ્રતિ મમતા દાખવી પ્રકાશનાથે મોકલી આપેલ અપ્રકાશિત વ્યાખ્યાનોના છ બંડલેમાંથી પેન્સીલથી લખેલ છૂટક પ્રશ્નોત્તરના પાનાં અસ્તવ્યસ્તરૂપે મળી આવ્યા, મહા પ્રયત્ન સંબંધ મેળવી બધા પાનાં ભેગા કરતાં પચાશક ગ્રંથના ચોથા–પાંચમા પચાની નવાંગી વૃત્તિકાર પૂ આ અભયદેવસૂરીશ્વરજી મ.ની ટીકાનુસારે કેટલાક પ્રશ્નોત્તરે મળ્યા.
આ પ્રશ્નોત્તરના પ્રારંભે આવરણ પૃષ્ઠ તરીકે રખાયેલ કેરે કાગળ પણ મળી આવ્યું, જેના ઉપર શ્રી પંચાશકના પ્રશ્નોત્તર ઉપાટ દેવેન્દ્રસાદ લે-દૌલત આવું લખાયેલ છે.
તે ઉપરથી આ પ્રશ્નોત્તરીનું સંકલન પૂ. ગણીવર્ય શ્રી દૌલતસાગરજી મ. કર્યું હોય એમ લાગે છે.