________________
પુસ્તક -થું
૩૫ ઉ૦ – બધા જીવને આહારાદિ સંજ્ઞાની વ્યાપ્તિથી જીવપણાનું
અનુમાન થાય છે, અને તે સંજ્ઞા અક્ષરરૂપ અભિલાષને અનુસરવાવાળી છે. એ હેતુથી તે આચાર્યનું તેવા પ્રકારનું કથન અનુમાન કરાય છે. જ્યાં કૃત હોય ત્યાં મતિનું વિદ્યમાનપણું અવશ્ય હોય છે, એથી બંનેનું વ્યાપકપણું સિદ્ધ
થાય છે. પ્ર. ૩૧ બધા જીના આઠ મધ્ય પ્રદેશ કમ વીંટાયા વિનાના છે.
- એમ જે છે તે તેટલા અંશથી બધા છો કેવલજ્ઞાની કેમ નહિ? ઉ– બધાએ જ એક ઉપગ સ્વરૂપવાળા છે, અને જ્યાં સુધી
છદ્મસ્થપણું છે ત્યાં સુધી જીવને અપાયસદુદ્રવ્યથી ઉપયોગ હોય છે. એ કારણથી મધ્યવર્તી આઠ નિર્મળ પ્રદેશથી ઉપગ હેતું નથી. આજ કારણથી જ્ઞાનને ક્ષાપશમિક
અને ક્ષાયિક ભાવ છે, પણ પરિણામિક ભાવ નથી. પ્ર-૩૨ દીર્ઘકાલિક, હેતુવાદિક અને દષ્ટિવાદે પદેશિક એમ સંસીના
ભેદથી ત્રણ પ્રકારે સંગ્નિ-શ્રુત કહેવાય છે પરંતુ વિવરણમાં તે તે અસંસીઓને દીર્ઘકાલિકી સંજ્ઞા છેડીને હેતુવાદિકી સંજ્ઞા કહેવાય છે, અને તે (સંજ્ઞિકૃત) અસંશ્રિતથી કેવી રીતે જુદું? અને વળી દષ્ટિવાદેદેશિકી સંજ્ઞા સભ્ય ગ્દષ્ટિએને કહેવાય છે, અને તેઓનું કૃત તે સમ્યકશ્રુત તરીકે કહેવાય છે, તે સંશ્રિતના જ ત્રણ પ્રકાર કેવી
રીતે ઘટે? ઉ– અહીં સંસી છની અર્થોપલબ્ધિ (અર્થનું જ્ઞાન) જણાવાય છે.
એક અર્થોપલબ્ધિ દીર્ઘ વિચારથી થાય છે તે એક (૧). તાત્કાલિક અર્થની ઉપલબ્ધિ થાય છે તે બીજ (૨) અને ત્રણ કાળ સંબંધી પૂર્વાપર વિચાર કરીને અર્થોપલબ્ધિ થાય તે ત્રીજી (૩). વળી અસંસી જીવેને પણ અવ્યક્ત અર્થોપલબ્ધિ હોય છે. પદાર્થમાં, વિષયમાં અને સામર્થ્યમાં જે ઉપલબ્ધિ