________________
છે. [ પ ધ રા જ UR . છે શ્રી પર્યુષણ પર્વ નું રહસ્ય છે
( પૂજ્યપાદ આગમ દ્ધારક આચાર્ય દેવશ્રીએ પ્રસંગે પ્રસંગે તે તે પર્વે અને પ્રસંગનું મહત્વ “સિદ્ધચક” માસિકમાં સ્વતંત્ર લેખ નિબંધરૂપે જણાવેલ છે, કેટલાક સુજ્ઞ વાચકેની સૂચનાથી તેવા લેખેમાંથી ચૂંટીને આપવાનું વિચાર્યું છે, તે મુજબ વિસં. ૧૯૯૧ શ્રાવણ વદ ૦))ના “સિદ્ધચક” (વર્ષ ૩, અંક ૨૨)માંથી આ લેખ વ્યવસ્થિત કરી રજુ કર્યો છે. ૪૦) જૈનેતરેમાં પણ પ્રસિદ્ધ પર્યુષણ પર્વનું વિશિષ્ટ કર્તવ્ય
જૈનજનતામાં મેટામાં મોટું ગણાતું પર્વ પર્યુષણ પર્વ છે, અને તે પર્વ જેમાં ગામેગામ અને શહેરેશહેર એવી મહત્તા અને આડંબરની સ્થિતિથી ઉજવાય છે કે ઈતર જેને જેનેના બીજા જ્ઞાનપંચમી, ઓળીજી વિગેરે તહેવારને જૈનજનતાના તહેવારો તરીકે ઓળખતા નથી, પણ જૈનેતરમાં આબાલગોપાલ સુધીના લેકે જેના પર્યુષણને સારી રીતે ઓળખે છે, અને તેથી પર્યુષણ આવવાના હોય ત્યારે શ્રાવકેના પજુષણ આવવાની તૈયારી થઈ એમ બેલે છે, અને પર્યુષણ આવે ત્યારે શ્રાવકના પર્યુષણ આવ્યાં એમ કહે છે, અર્થાત્ સમગ્ર લેકમાં પ્રખ્યાતિ પામેલ એ કઈપણે જે જેનેને તહેવાર હોય તે તે માત્ર પર્યુષણને જ તહેવાર છે.