SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ માણસને જે ગર્ભવાસની કારમી સ્થિતિને ખ્યાલ હોય કે એ ભયંકર દશાની સમજણ અવસ્થામાં જે સાચી કલ્પના પણ કરી શકતું હોય તે અવશ્ય તે એ દશાને ત્યાગ કરવા પ્રયત્નશીલ થાય અને તેને કહેવું પણ ન પડે કે “ભાઈ! જન્મજરા-મરણના આવા આવા વિકરાળ સંકટો તારે માથે ડાચું ફાડીને ઊભાં છે ! ” માટે કહેવાય છે કે – મનુષ્યને જે ગર્ભવાસની ભયંકર દશાનું ભાન હેત, તે તે એક પળને માટે પણ ધર્મને માર્ગ ન છોડત, પાપની પ્રવૃત્તિ ન આદરત અને અધર્મને પથે ન જાત!” ગર્ભવાસની સ્થિતિ વિષે મતભેદ નથી. પણ આ ઉપરથી ગર્ભની શાસ્ત્રોમાં વર્ણવેલી સ્થિતિ વિષે શંકાશીલ થવાની જરૂર નથી કેમકે–ગર્ભવાસની સ્થિતિ દરેક ધર્મ, દરેક સંપ્રદાય સ્વીકારે છે. ગર્ભવાસના દુખે પણ એ બધાને કબૂલ છે. ( હિંદુએ શ્રીકૃષ્ણને ભગવાન માને છે, પણ તેમને પણ દુઃખી ગર્ભવાસ ભેગવ પડયે હતું એમ તેમનું ભાગવત જ કહે છે. ખ્રિસ્તીઓ પિતાના કરતાં માતાના પ્રેમને વધારે કિંમત લેખતા, તેમના પગંબર જીસસ ક્રાઈસ્ટના પિતા ન હતા એમ માને છે, પરંતુ તેઓ કહે છે કે કઈટને પણ મરિયમના ઉદરમાં નવ માસ ગર્ભ ધારણ કરવો પડ્યો હતો. ઈસ્લામના સ્થાપક મહમદને સિદ્ધાંત એવો છે કે ઈશ્વર કેઈને બાપ પણ નથી અને માતા પણ નથી !” છતાં ગર્ભવાસ–ગર્ભ વાસની સ્થિતિને ઈન્કાર તે પણ કરી શકયા નથી. અર્થાત્ દરેક ધર્મ, સંપ્રદાય સૌ કેઈ ગર્ભની સ્થિતિ કબૂલ રાખે છે, પરંતુ તે છતાં એ સ્થિતિને ટાળવાને વ્યવસ્થિત યત્ન કેઈપણ સંપ્રદાયવાળા નથી કરતા.
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy