________________
ભગવ્યાં હતાં? શા શા કાર્યો આદર્યા હતાં! અને સંસારપ્રપંચમાં આપણે કે ભાગ ભજવ્યું હતું, તે પણ આપણે જાણતા નથી!
એટલે આપણને ચાલુ ભવની ઘણી બાબતને કે ગયા ભવને પણ ખ્યાલ નથી, તે પછી અમારી આગળ અનાદિ કાળની વાત કરવી એ વૃથા છે. અર્થાત્ “ભેંસ આગળ ભાગવત’ વાંચવા બરાબર છે. માટે ધર્મોપદેશ કે અનાદિકાળની વાતે ન ઉચ્ચારતાં અને અનાદિકાળની રખડપટ્ટીને અમારી આગળ ઉલ્લેખ ન કરતાં અને સીધે જ ધર્મોપદેશ દેવે જ ઈષ્ટ છે!
વળી જન્મ-જરા-મરણના ભય વિષે જ્યારે વિવેચન કરવામાં આવે છે, ત્યારે તમે એ વાત પણ વિચારવી જરૂરી
ગર્ભમાં આત્માની સ્થિતિ કેવી હતી? તેનેય આપણને કશે ખ્યાલ નથી. સમજણવાળી દશામાં માણસની બુદ્ધિ જાગૃત હોય છે, અને તેથી તે વીંછી વગેરે વસ્તુઓને દરેક વખતે પ્રત્યક્ષ ન જેવા છતાં તેને ખ્યાલ કરી શકે છે, અને તેનાથી બચવાના પ્રયત્નો આદરે છે. જંગલમાં સાપ હશે જ, એ. કાંઈ નિશ્ચય હોતો નથીછતાં “સાપ આવો હોય છે અને તેના પરિણામે આવા ભયંકર છે એમ વિચારી માણસમાત્ર એ સાપના ભયથી જંગલમાંથી જલદી પસાર થવાના પ્રયત્ન સેવે છે! - જ્યારે સાપ જેવી સાધારણ વસ્તુઓના ભયને માણસ જાણે છે અને પછી તેને છોડવાના યત્ન આદરે છે! તે ગર્ભ વાસ જેવી કઠણ દશાને માણસને તેની સમજણ અવસ્થામાં ખ્યાલ આવતો હોય, ખરેખરો ખ્યાલ આવતું હોય, તે મનુષ્ય શું એ ગર્ભવાસથી બચવાના યત્ન ન કરે? જરૂર કરે.